SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રી અમરચંદ E મારા પતિનો વધ કર્યો હોય તે અવશ્ય બે મહિનામાં તે દુષ્ટનું અંગ કેહી જશે અને લેકે તેને ભયંકર તિરસકાર યુક્ત, વિશ્વાસઘાતક, રાજઘાતક કહીને અત્યંત રીતે ધિક્કારશે. જુના કલેશને લઈ અગર અપકારનો બદલો લેવાને માટે જેણે આ કાર્ય કર્યું હશે તેને કાંઈ થશે નહિ. હે ભગવાન? તમે સાક્ષી રહેજે જે હું સતી છે, જે મેં મહારાણા અરિસિંહ સિવાય કોઈ પુરુષને મારા હૃદયમાં સ્થાન આપ્યું ન હોય તે મારું વચન અવશ્ય ફળીભૂત કરજે. ” સતીના આ શબ્દો હજી પુરા પણ ન થયા એટલામાં એક વૃક્ષની પ્રચંડ શાખા તુટીને નિચે પડી અને ચીતા પણ પ્રદિપ્ત થઈ તેમાંથી પ્રચંઠ જ્વાળાઓ નીકળવા લાગી અને પવિત્ર બાળા, રાજવિરાંગના અરિસિંહ રાણાના મૃત દેહને લઈ ભસ્મિભૂત થઈ ગઈ. ધન્ય છે ? એ પવિત્ર પ્રેમને ? અને તેની અચળ માને ? આ રાજપૂતાણી વિરાંગનાનાં યશોગાન કરીએ તેટલાં ઓછાં છે. મહારાણા અરિસિંહ (ઉરસિંહ) બે પુત્રને પોતાની પાછળ મૂકી ગયા હતા. તેમાં એકનું નામ હમિર અને બીજાનું નામ ભિમ હતું. સંવત. ૧૮૧૮ ઈ. સ. ૧૭૦૨ માં વીર હમિરસિંહ મેવાડના ગૌરવહીણસિંહાસન ઉપર બિરાજમાન થયા આ વખતે ફક્ત હમિરસિંહની ઉંમર દશથી બાર વર્ષની હતી. દેહરા અરસી ગૃ૫ પરલેક પદ, મિહર પ્રકાશ હમિર, અમરચંદકે મૃત્યુ જે, સ્વામિ ભક્ત અડધી. બેવમ પે મરહદ દલ, દંડ દ્રવ્યતે દેન, મહિ વિભાગકર મેઘત; નિજ દલ ગિરવી લેન. ૨૭૯ નિમ્બાહેડા પ્રાન્ત ઈક, હલકર કે લિખ દીન, ફિર હમિર નૃ૫ કૃષ્ણગઢ, કિલ વિવાહ નિજકીન. ફિર કુંભલગઢ પે હલ્લા, કર આએ નિજ ગેહ, ભાવી પ્રબળ હમિર ને, કીજુ ત્યાગ ન દેહ, સજજન આશય તેં કર્ત, શાસન મન મંડ, કવિરાજા શ્યામલ કી, મંડન પુરન ખંડ. ૨૮૨ દેહર નહિ પતિ બહ પતિ નિબલ પતિ, શિશુ પતિ પતની નાર, નર પુરકી તે કયા ચલી, સુરપુર હેત ઉજાર. ર૮૩ | (આ દેહરાની સમસ્યા ઉપરથી ઉભપુરની શું હાલત હતી તેને ખ્યાલ પશે.) ૨૭૮ ૨૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy