SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી પ્રતાપસિંહ ૨૨૯ મહા બળવાન રાજપૂત વીર રાજસ્થાનની રંગભૂમિ પર આવ્યો, જાલિમસિંહ રાજસ્થાનના ક્ષેત્રમાં ખાસ કરી મેવાડની પવિત્રભૂમિ જે પ્રકારે શૂરવીરતા બતાવી હતી તે વખતે ગુણ ગ્રાહી રાજપૂતે તેની વીરતા અને મહાનતા તથા રાજ્યભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. મેવાડના રણક્ષેત્રમાં આ બહાદુર વીરનું પરાક્રમ ઘણુંજ બહાર આવ્યું. જાલિમસિંહના પિતા કોટા રાજ્યમાં શાસન કર્યા હતા જાલિમસિંહે રાણાને જે સહાય કરી તેનું વેર લેવાને માટે ઈશ્વરસિંહે જ્યારે સિંધીયા સાથે મળીને કોટા રાજય ઉપર આક્રમણ કર્યું. તે સમયે જાલિમસિંહ ત્યાંજ હતો. કેઈ કારણસર જાલિમસિંહે પોતાના પિતાને પ્રÀ૫ હેરી લીધું અને કેટામાંથી હદપાર થઈ તેઓ આશ્રય શોધવા માટે મહારાણા પાસે આવ્યા જાલિમસિંહનું જ્ઞાન તેમની બુદ્ધિ તેમની કાર્યકુશળતાને પરિચય થતાં જ રાણાજીએ શીધ્ર સરદાર તેમને પોતાના સરદાર તરીકે સ્થાપિત કર્યા અને રાજરણની પદવી એનાયત કરી અને છત્રપૈરીની ભૂમિ સમર્પણ કરી જાલિમસિંહની સલાહથી મહારાષ્ટ્રીએના સેનાધિપતિ રઘુપામેવાળા અને દોલામીયાં નામને મુસલમાન આમ બંને માણસે પોતાની સેના લઈને મેવાડમાં આવ્યા. આ તરફ રાણાજીએ પંચેલોની પાસેથી રાજ્ય વહીવટ પાછો લઈ ને દૂર કર્યા હતા. અને ઉગ્રજી મહેતાજીના હાથમાં રાજ્યને સમસ્ત કારભાર સોંપી દીધું હતું. સંવત ૧૮૨૪ ઈ. સ. ૧૭૬૮માં માઘસિંહજી સિધિયા ઉજજનની નગરીમાં બિરાજમાન હતે. આ સિંધિયાની સલાહ લેવા માટે મેવાડના વિદ્રોહી સરદારો ઉજજયની ગયા. અને સૌથી પહેલે રત્નસિંહ ગયે તેણે સિંધિયાની સાથે સલાહ કરીને ક્ષોપ્રા નદિના કાંઠે પિતાની છાવણી નાખી મહારાણા અરિસિંહ (ઉરસિંહ) ને પણ સિંધિયાની સલાહ લેવાની અભિલાષા હતી. પરંતુ રત્નસિંહે પ્રથમથી જ સહાય લઈ લીધેલી હોવાથી તેથી તેની અભિલાષા પૂર્ણ થઈ નહિં. આ પ્રમાણે હકીક્ત બનવાથી રાણા અરિસિંહને સહાય ન મળી શકી તેથી અરિસિંહ પોતેજ રત્નસિંહની સામે પ્રતિરોધ કરવા ગયા. સાલુબ્રા સરદાર શાહપુર તથા બુનેરાના રાજાએ જાલિમસિંડ રઘુપગેવાલા અને દોલામીયા વગેરે પ્રચંડ વેગથી રતનસિંહની સેના ઉપર આક્રમણ કર્યું બંને પક્ષની વચ્ચે દારૂણ યુદ્ધ થયું. રાણાજીની સેના વીરતા પૂર્વક આગળ વધવા લાગી સિંધિયા તથા રત્નસિહ આ સેનાને વેગ જીરવી શક્યા નહિ અને રત્નસિંહ પરાજીત થઈને ઉજજયનના દ્વારમાં પલાયન થઈ ગયા. અને નવિન સેના એકત્રીત કરી પોતાના અપમાનને બદલો લેવાનો નિશ્ચય કરીને મહારાણાની સેના ઉપર પ્રચંડ હુમલો કર્યો, રાણાજીની સેનાને આવી ખબર નહતી કે ફરીને હલ આવો એચિત આવશે. પણ જ્યારે માસિંહ સિંધિયાએ રણશિગું કુકર્યું. ત્યારે જ રાણુની સેના ઉપર જબર આક્રમણ કર્યું. તેમાં સાલુwા સરદાર શાહપુર તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy