SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ મેવાડનું અણમેલ જવાહિર યાને આત્મબલિદાન લાગ્યો, આ હદયદક ભીષણ સંહારના સંબંધમાં જેટલા વર્ણન ઉપલબ્ધ થાય છે. તેમાં હાજનનો લેખ સર્વોત્તમ છે. હાજીએ આ ઘટના પિતે પિતાની સ્વ એ જોઈ હતી. અને શેરૂલ મુતાક્ષરી નામના ગ્રન્થમાં લેખકે હાજનના લેખન ઘાણે જ આધાર લીધે છે. અને સર બુંદલખાંની પાસે જે હિંદુ કારભારી હતે તેને ઉક્ત હાજનના લેખેને સંગ્રહ કરીને એક પુસ્તક બનાવ્યું છે. નાદિરશાહને ઈતિહાસ એ નામને ગ્રન્થ મહાશય ફેઝરે આઘોપાંત ઉપર્યુક્ત પુસ્તકને આધારે જ લખે છે, હાજન જણાવે છે કે અડધા દિવસ ઉપરાંત આ ભયંકર માનવ સંહાર ચાલ્યો હતો. અને અનેક મનુષ્યો તેને ભોગ થઈ પડયા હતા ઘણું પોતાના જાન બચાવવા માટે નાસી ગયા હતા. તે પછી જ નાદિરશાહ સાથે મહમદશાહની સંધી થઈ આ ભયંકર પરિસ્થિતિ પ્રસંગે ત્રણ રાજ વંચીત થયા નહોતા. છસે વર્ષના શાસનકાળમાં રાજ્યસ્થાનના ત્રણ પ્રધાનના રાજવંશે પિકી મારવાડ અને અંબરના બે રાજકુળોએ જે જે નાના રાજ્ય સ્થાપીત કર્યા હતાં. તે પણ આજે બ્રિટિશસિંહના છત્ર નીચે મોજુદ છે, ત્યાંના રાજાઓ આજે બ્રિટિશ સરકારની સાથે મિત્રતા બાંધીને સ્વાધિનતાને ઉપગ કરી રહ્યાં છે. રાજપૂત કુળ ચુડામણ રાણાકળની લીલાભૂમિ પવિત્ર મેવાડના સંબંધમાં પણ આ જ પ્રકાર છે. ઈ. સ. દશમી શતાબ્ધી વખતે જ્યારે પ્રચંડ વીર મહમદ ગઝનીએ ભારત વર્ષ ઉપર આક્રમણ કર્યું ત્યારે મેવાડ રાજ્યની સીમા જ્યાં સુધી વિસ્તરીત થઈ હતી ત્યાં સુધી આજ પર્યન્ત પણ તે સ્થિતિ છે. બુન્દી આબુ અને દેવલ પ્રભૂતિનાં કેટલાંક રાજ્યો રાણાજીની હકુમતમાંથી નીકળી ગયાં છે. તે પણ તેમનું પ્રાચીન રાજ્ય તો પુરેપુરૂ સુરક્ષિત :રહ્યું છે, એ વખત મેવાડના રાજ્યની આવક દશ કરોડ રૂપીયાની હતી અને એ મેવાડની રત્નગર્ભા ભૂમિ ઘણી જ ફળદ્રુપ અને હરિયાળી હતી એક તરફ પરમભક્ત રાજભક્ત સામંતો અને સરદારો હતા. તેઓ પ્રાણના ભેગે પણ મેવાડનું રક્ષણ કરતા હતા. જ્યારે મરાઠાઓનું જોર વધવા લાગ્યુ ત્યારે તે કોની સત્તાને પ્રભાવ વધતે ચા. આ વખતે મેવાડની અર્ધ શતાબ્દીના અરસામાં કેવી સ્થિતિ હતી તે હવે આપણે જોઈશું. જે દિવસે બાદશાહ મહમદશાહે પોતાના દુષ્ટ મંત્રીઓની સલાહ માન્ય કરી મરાઠાઓને એથ આપો તે દિવસથી રાજસ્થાનમાં મરાઠાઓના માટે માર્ગ સાફ થઈ ગયે. જ્યારે રાજસ્થાન મેગલને આધિન હતું ત્યારે બાદશાહ પાસેથી એાથ લેવાનું નક્કિ કર્યું હતું. તેથી જ મરાઠાઓનો અધિકાર બધા માંડલીક રાજાઓ તથા નવાબે પાસેથી એચ લેવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો હતો. અને તે બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy