SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૮ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન આખરે મહારાણા પાસે મારવાડની રાજ્યમાતાએ દતે મોકલ્યા. અને પિતાના પર આવી પડેલી આફતની હકીક્ત જણાવી. જેથી મહારાણાએ આશ્વાસન આપી કહ્યું કે “મારવાડના રાજકુમારની રક્ષા મારા પ્રાણના ક્ષેત્રે પણ કરીશ” કુમારની માતાને આ સમાચાર મળતાંજ કુમારની સાથે બે હજાર સ્વારે સહિત ઉદયપુર જવા નીકળ્યા. રસ્તામાં મોગલેની સાથે યુદ્ધમાં રાઠોડને ઉતરવું પડયું, તેથી રાજકુમાર અજીત પિતાના અંગરક્ષકને લઈ સીધા ઉદયપુર પહોંચી ગયા. આથી રાણાશ્રીએ તેઓનું સ્વાગત કર્યું અને તેમના નિર્વાહ માટે “કેલવા ” નું રાજ્ય અર્પણ કર્યું. ધન્ય છે ! રાણાશ્રીને. આવી રીતે ઔરંગઝેબની બધી પ્રપંચજાળ મહારાણાએ ઉંધી વાળી હતી તેથી તે મહારાણા ઉપર બહુ ક્રોધાયમાન રહેતા હતા, અને ઘણું મોટું લશ્કર લઈ મેવાડ ઉપર આક્રમણ કરવા આવ્યા. આ વખતે મહારાણું રાજસિંહ પાસે એક “જૈન” સાહસીક અને ચતુર માણસ દિવાનપદે હતો, તે મહા વિચક્ષણ અને કૌશલ્યવાળે હતું તેની સલાહથી મેવાડની તમામ પ્રજાને પહાડમાં લઈ ગયે અને આખું મેવાડ સ્મશાન જેવું બનાવી દીધું તે દિવાનનું નામ વાંચકવર્ગ જાણવા ઇંતેજારી રાખતાં હશે જ. તેનું નામ વીર દયાળશાહ૪૬ હતું અને તે ન હતે. ૪૬. રાણું રાજસિંહને ઈતિહાસ વાંચતાં મને એક અંચબે થયા સિવાય રહેતા નથી. રાણા રાજસિંહના વખતમાં એક જૈન બીરાદર “ દયાળ શાહે ” રાજની તેમજ સમસ્ત મેવાડની, શુરવીરતાથી તથા બુદ્ધિથી સેવા બજાવી અને મેવાડને ગૌરવવંતુ બનાવ્યું અને મારા ઈતિહાસના અનુભવ મુજબ “વીર દયાળ” એક સાહસીક અને નિડર હતો. પિતે ઘાના ખાસદારની જગાએથી મહામંત્રી સુધી પહોંચ્યો હતો. તેની રોમાંચક હકીક્ત ને “વીર વિદ' ગ્રંથમાં શ્રી :માન ગૌરીશંકર ઓઝાએ ખુલાસો કેમ નહીં કર્યો હોય તે સમજાતું નથી. સાધારણ માણસને જેમ ચિતરવામાં આવે તેવી ભાષામાં સાધારણ હકીકત લખી પિતાના આત્માને સંતોષ માન્ય છે. પરંતુ મનુષ્ય માત્રના ગૂણનું પૂજન તે હંમેશા વિદ્વાનોના હૈયે વસવું જોઈએ, અને તે ગુણના પૂજારી તરીકે તેમના ગુણની મહત્તાપર પ્રકાશ પાડી “વીર દયાળ” ની બાબતમાં ન્યાય આપવો જોઈતો હતો. વીર દયાળ એક શ્રીમંત કુટુંબનો નબીર હતાં, સાહસીક અને વીર હતા, પિતાના પિતાની તમામ મિલકત ત્યાગ કરી ચાલી નીકળેલ નવયુવાન ઉદયપુરમાં આવી, પૂરોહિતને ઘેર ઘોડારમાં નોકરી રહ્યો. આવી પરિસ્થિતીમાં જેને પિતાનું જીવન મેવા ખાતર ફના કર્યું, વળી તે જીવનની ઉદારતા હજી મેવાડના તકતા ઉપર “ કાંકરોલી ” સ્ટેશન સામે દયાળ કિલો” મજુદ છે. કદાચ જેન તરીકે શ્રી યુત ઓઝાને પસંદગી ન હોય તે સ્વભાવિક છે ? આ બાબતમાં હું વધુ ચર્ચા કરવા માંગતી નથી. પરંતુ જ્યારે ઈતિહાસનું ખુન થતું હોય અને સાચી હકીકતને બીલકુલ ન્યાય ન મળતો હોય ત્યારે માણસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy