SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણુ શ્રી રાજસિંહ ૧૨૩ મારવાડના રઠેડકુળની અનેક શાખાઓ થઈ હતી. તેમાં કેટલાક પિતાના પ્રાચીન રાજ્યને છોડી રૂપનગરમાં આવી વસ્યા હતા. જે વખતે ઔરંગઝેબને માથે ભારતને મુગટ મૂકવામાં આવ્યું, તે વખતે રૂપનગરના માંડલીક રાજાના મહેલમાં પ્રભાવતી નામની કન્યા દીનપ્રતિદીન શશીકળાની માફક વિકાશ પામતી હતી. થોડા જ સમયમાં પ્રભાવતીના સ્વરૂપની હકીકત પાપી ઔરંગઝેબના જાણવામાં આવી. તેથી તેણે પોતે માંડલીક રાજા પાસે પ્રભાવતીનું માગુ કર્યું, અને પિતે બે હજાર ઘોડેસ્વાર રૂપનગર મોકલ્યા હતા. કારણ કે પિતે સમ્રાટ હતે. વળી તેને આશા હતી કે જરૂર તે મારૂ માગુ સ્વીકારશે જ. બરાબર વખતસર બે હજાર ઘોડેસ્વાર રૂપનગર આવી પહોંચ્યા. અને તેના તે આવી પ્રભાવતીના માગા માટે પાદશાહને સંપૂર્ણ સંદેશ સંભળાવ્યો આથી માંડલીક રાજા હતાશ થઈ ગયા. અને કોઈ પણ જાતનાં નિશ્ચય ઉપર આવી શકે નહીં. આખરે માંડલીક રાજાને નિરાશા જ દેખાઈ. કેઈ જગાએ પ્રભાવતીના રક્ષણ માટે સહાયતા મળી શકે તેવી સ્થિતિ જણાઈ નહિં. તેથી માંડલીક રાજા બેચેન ચિંતાતુર બની ગયા કારણ કે બાદશાહ સાથે યુદ્ધમાં ઉતરી શકે તેમ હતું જ નહિં. રાઠોડ ઉપર મીટ માંડી તો જણાયું કે કે તેના પગારદાર છે. કારણ કે પોતાની જ કન્યા. કેશરબા ને ઔરંગઝેબ સાથે પરણાવી હતી. તેથી તેઓ સહાય આપી શકે તેમ નથી. સ્વેચ્છના રાજ્યમાં સતીનું રક્ષણ થવું મુશ્કેલ છે. છતાં પણ “બહુરત્ના વસુધરા” “શેરના માથે સવાશેર હોય જ. * આખરે નવિન વિચાર આવતાં તેને કાનમાં કેઈએ કહ્યું કે તમારૂ રક્ષણ મેવાડના મહારાણાશ્રી રાજસિંહ જરૂર કરશે. આ વાકય પ્રભાવતીએ પણ સાંભળ્યું. તેથી તેનું વ્યાકુળ મન શાંત થયું. અને તરતજ મહારાણાશ્રીને આશરો લેવા નિશ્ચય કર્યો. તેને વિશ્વાસ હતો કે અવશ્ય મહારાણુશ્રી મારૂં રક્ષણ કરશે જ. આવા દઢ નિશ્ચયથી પ્રભાવતીએ પૂરોહિતની સાથે રાષ્ટ્ર ઉપર એક પત્ર લખી મોકલાવ્યું. તે પત્ર વાંચવાની ઈચ્છા વહાલા વાંચકવર્ગને થતી હશે જ ? અતુ અત્રે તે લખવામાં આવે છે – પ્રભાવતીએ મહારાણાશ્રી રાજસિંહ ઉપર લખેલો પત્ર. લાવણું પત્ર લખું છું પ્રેમ ધરીને, વિચારી લેજે રાણા, સીદીઓમાં શિરમણને, ગુણ ગંભીરે છે શાણું. ૨૦૩ આપ ચર્ણન હું છું દાસી, રક્ષા તો મારી કરજે, ક્ષત્રિયાણીની ઈજજત રાણુ, પ્રાણાન્ત પણ સાચવજે. ૨૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy