SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ મહારાણા શ્રી રાજસિંહ મહારાણાની ફેજે કબજે કર્યો. જમીનદારો પાસેથી બાવીસ હજાર રૂપીઆ દંડના લીધા. શાહપુરીના અધિકારી સુજાનસિંહ મહારાણુના કાકા થતા હતા, તેમણે વજીર સાદુલ્લાખાને સહાયતા આપી હતી, તે વાત ધ્યાનમાં લઈ મહારાણાએ શાહપુરમાં લડાઈ કરી અને બાવીશ હજાર રૂપીઆ દન્ડ લીધે આ પ્રમાણે મહારાણાએ “સાવર, જહાજ પુર; કેકડી વિગેરે સ્થળેથી દંડ લેતાં લેતાં માલપુરમાં આવ્યા, આ વખતે અહીંની પ્રજા ઘણ સુખી હતી તેથી ત્યાંજ મુકામ રાખી શહેરમાં લૂંટ ચલાવીને એક કરોડ રૂપી આનો માલ હાથ પર લીધે. વળી હેડાના રાજા રાયસિંહ પણ વજીર સાદુલ્લાખાની સાથે મળેલ હોવાથી રાણાએ પિતાના વજીર કાયસ્થ તેમંદજીને ત્રણ હજાર વાર લઈ હાડા તરફ મોકલ્ય, અને રાજા રામસિંહ પાસેથી સાઠ હજાર રૂપીઆના જામીન લઈ ઈલાકને બચાવ્ય. આ બધી હકીકત બાદશાહના સાંભળવામાં આવી–કાને પડી, તેથી તે ઘણે નારાજ થયે. - શાહજહાંના ચાર બેટા આપસ આપસમાં ઝઘડો કરવા લાગ્યા, આ ચિંતાથી બાદશાહ ઘણે બેચેન રહેતું હતું. ઔરંગઝેબે રાણા રાજસિંહ ઉપર એક ચિઠ્ઠી લખી જણાવ્યું કે “મારી માથે મિત્રતા કરે અને મને તમારા મદદગાર બનાવે ” રાજસિંહ તે બંને બાજુને તમાસો જેવા ઈચ્છા રાખતા હતા. તેઓ પોતાની તાકાત ઘટાડવા માગતા ન હતા. મહારાણું રાજસિંહ ગાદી નશીન થયા. ત્યારથીજ શાહજહાંની સાથે કલેશ હતા. માંડળગઢ તથા બેદારના પરગણા પર મહારાણા રાજસિંહ સં. ૧૭૧૫ ના જેઠ માસમાં કબજે કર્યો; દારાથી લડાઈ જીત્યા પછી શાહજને કેદ કર્યો, અને આલમગીરના પ્રાણ સિવાય ડુંગરપુર, વાંસવાડા, ગઆસપુર, બસાવર વિગેરેને રાણા રાજસિંહે ફરમાન મોકલી આપ્યા. પણ તે ફરમાન ડુંગરપુરના રાવલ ગોરધનદાસ, વાંસવાડાવાળા રાવલ સમરસિંડ, દેવીઓના રાવત્ હરિસિંહ એ બાદશાહી ફરમાન નાકબુલ કર્યા. તેથી મહારાણાએ સંવત ૧૭૧૬ના વૈશાખ વદ ૯ મંગરવાર તા. ૧૬ એપ્રીલ ૧૬૫૯ ના રોજ પ્રધાન ફૉમંદ ની સાથે પાંચ હજાર ફેજમેકલી. વાંસવાડાવાળાએ શુદ્ધ કર્યું પણ તે ફાવ્યું નહીં. તેથી તાબેદારી કબુલ કરી ફેજ ખરચના એક લાખ રૂપીઆ અને એક હાથી તથા એક હાથણી નજર કરી. પ્રધાન ફેમંદ થડા દિવસ વાંસવાડામાં રહી રાવલ સમરસિંહને લઈ ઉદયપુર આવ્યા. ત્યાર પછી પ્રધાન ફૉમંદજીએ જ લઈદેવલીઓ પર ચડાઈ કરી તે વખતે રાવત હરિસિંહ દિલ્હી નાસી ગયે. અને પ્રધાન ઉમંરે તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy