SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ દોહરા સતીયા સત્ય ન છેડીયે, સત્ય છે કે પત જાય, સત્યકી બાંધી લીમી, જગ મીલેની આય. ૮૮ આ ધિદ્ધાંતને મનમાં રાખીને સતી એકદમ કોધાતુર બની ગઈ અને પિતે પિતાના અસલ સ્વરૂપમાં સિંહણની માફક ગર્જના કરી કે ખબરદાર ! એક પગલું આગળ ભર્યું છે તો ! અને તત્કાળ પિતાની કમરથી લટકાવેલી કટાર ખેચી કાઢી અકબરની છાતી સામે ધરી ઉભી રહી અને કહેવા લાગી કે પ્રભુના નામથી સોગન લે કે, આજથી કઈ પણ રમણીને સતાવીશ નહીં. અને આવી નીચ વાસનાને વિચાર પણ કરીશ નહીં. આવી સિંહણ સમી ગર્જના અને વિકરાળ ચંડીકા સમી પ્રતિભા જોઈ - બાદશાહ દિગઢ થઈ ગયો. અને હિંદુસ્તાનને શહેનશાહ એક નાજુક સ્ત્રીના સત્ય શિયળ અગાડી લાચાર બની પરવશ થઈ ગયો. ધન્ય છે તે વિરાંગનાને? આ સ્ત્રીની હકીકત ભડુ કવિઓના ચરિત્રમાં ઘણું જ પ્રસંશા કરવામાં આવી છે. અને તેને એક સતી અને પ્રભાવશાળી સ્ત્રી તરીકે લેખવામાં આવી છે. પણ બધી ઓરતે સરખી હોતી નથી. કેઈ કુળગર પણ હોચ છે. પૃથ્વીરાજ ના મોટા ભાઈ રાયસિંહને આવી ગુણવંતી ભાર્યા ન હતી. સતિત્વનો આદર નહીં હોવાથી અગર અકબરે બનાવેલી લાલચમાં ફસાઈ જવાથી તેને અમૂલ્ય શિયર રન વેચ્યું હતું. અને તેના બદલામાં રત્નામૂષણ લઈને પતિને ઘેર પાછી ગઈ. આ વખતે પૃથ્વીરાજના જેષ્ટ બંધુએ સાંભળ્યું કે સુવર્ણ અને મણના અલંકારેથી પાપી શરીરને ખંડિત કરી પિતાની પ્રાણપ્રીયા-ગુડલક્ષમી પાછી ઘેર આવે છે. પરંતુ આ શું ? આપણુ ભૂષણ રૂપ દાઢીમૂછ કોણે ચોરી લીધા આ વાર્તા વાંચક વર્ગને ખાસ જણાવવાનું કારણ એ કે અકબરની કુટીલ નિતી અને તેનું નાક જીવન કેટલું પાપમય છે. તે વાંચક વર્ગ હવે વિચારી લેશે. લંબાણ બહ થઈ જવાથી હવે મૂળ વાત ઉપર આવીએ. પૃથ્વીસિંહની તેજસ્વી કવિતા વાંચી વીર કેશરી પ્રતાપસિંહને નવું-જીવન પ્રાપ્ત થયું, અને પ્રચંડ શત્રુના અત્યાચારને બદલે લેવા નિશ્ચય કર્યો. કવિઓ ને છે પ્રીય કવિતા, કવિઓ તેનું પાન કરે, એ પાન તણા રસને રેલાવી અન્ય જનેના મન હરે. ૮૯ કવિઓની કલમથી ભલ ભલા પણ શૂરવીરતાનું માન ધરે, નિરાશામાં આશા રૂપી કીરણ કવિતા પ્રગટ કરે. ૯૦ ૩૯. દાઢી અને મૂછ ને રાજપુત ગૌરવનું ચિન્હ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy