SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકર ૮ મું મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ કુંવર માનસિહ મહારાણાની પાછળ પિતાની બહાદુરી બતાવવા ચાલ્યો, પણ તેને વીલે મેંઢ પાછું ફરવું પડયું હતું. તે પોતે “ગૌગુદા માં થાણું કરી પાક્કો બંદેબસ્ત કરી પિતે અજમેર ચાલે ગયે. અને મહારાણા પ્રતાપ જખમી થયેલા સરદારની માવજતમાં પડયા હતા. તેથી મહારાણાની મુલાકાત માનસિંહને થઈ નહીં. જ્યારે માનસિંહ અજમેર ગયે તે વખતે શાહ અકબરે તેને ઘણી જ ઈજજતથી માન આપ્યું. અને બાદશાહ ઘણાજ ખુશી થયો. આ લડાઈ વિક્રમ સંવત ૧૯૩૩ ના બીજા જેઠ સુદમાં થઈ હતી. આ વખતે બાદશાહ અકબરે કેટલાક સુધારાઓ કર્યા હતા ૩૧ સં ૧૬a૯ સને ૧૫૮૨ બીમારીના કારથથી શરાબ પીવાની છુટ આપી હતી અને તેના સારૂ એક કલાલની દુકાન કાયમ કરી હતી અને શરાબ લઈ જવાવાળાનું નામ લખવામાં આવતું હતું, અમર કઈ વધારે પીએ, તેફાન કરે તે તેને સજા આપવામાં આવતી હતી. બજારૂ ઓરતે ને શહેર બહાર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું, અને તે બજારનું નામ “ શેતાન–પુરા' પાડવામાં આવ્યું હતું. તે બજાર ઉપર દેખરેખ રાખવા એક દરગે નિમવામાં આવ્યો હતો. તે આવવા જવાવાળાઓના નામ લખતો હતો, અને તેમાં કોઈ સરદાર અગર અમલદાર નું નામ જવા આવવામાં આવતું તેને સપ્ત કેદની સજા કરવામાં આવતી હતી એક વખત બિરબલનું નામ આવ્યું હતું અને જાગીરમાં હાજરીનું ફરમાન કાઢયું. તે વખતે બિરબલ જેગી થવાનો વિચાર કરતા હતા પણ છેવટે ગુન્હ માફ કર્યો હતે. આ સિવાય બીજો કાયદો એ હતો કે છોકરાની સેળ વરસ અને છોકરીની ચૌદ વરસની ઉંમર હોય તો જ લગ્ન થઈ થતા હતા તેનું કારણ એ હતું કે નાની ઉંમરના લગ્નથી પ્રજા નિરમાલ્ય અને નિસ્તેજ પેદા થાય છે. વિ. સં. ૧૬૪૦ ઈ. સને ૧૮૫૩માં દરેક રવિવારના દિવસે કોઈ પણ જીવની હીંસા ન કરવાનું ફરમાન કાવ્યું હતું. અને તેને સખ્ય રીતે અમલ કરવામાં આવતો હતે. વિ. સં. ૧૬૪૪ સને ૧૫૮૭ માં એવો કાયદે ધાયો હતો. કે કઈ પણ મનુષ્ય એકથી વધારે સ્ત્રી પણ શકે નહીં. અને વિધવા એરિત બીજીવાર પરણવા માગે તો તેને કઈ રોકી ન શકે. પરંતુ ચાલીસ વરસ બાદ વિધવા બીજી વખત વિવાહ ન કરી શકે, હિન્દુ મર્દીની સાથે કોઈ ઓરત જબરજસ્તીથી સતી ન થાય અને નાની ઉંમરની હોય એને પિતાના પતિ પાસે ગઈ ન હોય તેને રાજ્ય તફરથી સતી ન થવા દેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy