SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજું. ' તે કાળ તે સમયને વિષે એટલે શ્રેણુક રાજાને કાણીક નામે પુત્ર રાજ્યાધિકાર પર હતા. તે સમયે ચંપા નામની નગરી હતી. તે નગરી ગજગ્રહ નગરી પેઠે નગરના સર્વ લક્ષણએ કરી સંપુર્ણ ગુણ વાળી હતી, એટલે વાવ, કુવા, તળાવ, બાગ, બગીચા, વાડીઓ ઉદ્યાન, વન વગેરેએ ફરી સંપુર્ણ શોભનીક હતી. તેની આંતર વ્ય વસ્થા પણ રાજગ્રહની પેઠે સુશોભિત હતી, તે ચંપા. નગરીની બહાર ઉત્તર અને પૂર્વદિશાની વચ્ચે એટલે ઈશાનકાણમાં પૂર્ણભદ્ર નામનું ચિત્ય હતું, ને તેજ ચંપા નગરી કોણીક રાજાની રાજ્યધાની હતી. તેણે પિતાના પિતા પાસેથી બળાત્કારે રાજ્ય લેતાં લીધું તે ખરું પણ તેથી લેકેમાં બદબઈ થવાથી પોતે રાજગૃહ નગરને બદલે ચંપાપુરીને રાજધાની કરી ત્યાં રહેવા લાગ્યું. તે કાળે ચંપાનગરીના પૂર્ણભદ્ર નામે ઉદ્યાનમાં એકદા સમયે શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવના અંતેવાસી શિષ્ય પાંચમા ગણધર અને પ્રભુ મહાવીરના નિવણે પછી પાટે આવેલા આર્ય શ્રી સુધર્માસ્વામી પાંચસે સાધુના પરિવારે પધાર્યા તે સુધર્માસ્વામી કેવા હતા ? માતાપિતાના ઉત્તમ પક્ષવાળા, ઉત્તમ સંઘયણ હોવાથી ઘણા બળવાળા, અનુત્તર વિમાનવાસી દેવ કરતાં સુંદર રૂપવાળા, વિનયવાળા, ચાર શાને કરી સહીત, ક્ષાયક સમક્તિવાળા, ચારિત્રવાળા, દ્રવ્યથી અલ્પ ઉપાધીવાળા અને ભાવથી ઋદ્ધિ, રસ, અને માતા એ ત્રણના ગર્વ વિનાના, મનસંબંધી તેજવાળા એટલે મનના ચડતા પરિણામવાળા, શરીરની સુંદર કાંતીવાળા, પ્રભાવવાળા, યશસ્વી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના જીતનારા, પાંચે ઈલિયોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy