________________
- મેઘમાર પાંચ ધાત્રિએ કરીને ઉછરવા-વૃદ્ધિ પામવા લાગ્યો. તે પાંચ ધાત્રિ આ પ્રમાણે સમજવી. ૧ક્ષરધાત્રી સ્તનપાન કરાવનારી -ધવરાવનારી, રમંડન ધાત્રી-વસ્ત્રાભૂષણ પહેરાવનારી, ૩મંજન ધાત્રીસ્નાન કરાવનારી..૪ ક્રીડાત્રી-ક્રીડા કરાવવારી, અને ૫ અંકધાત્રીબળામાં બેસાડનારી. આ પાંચ ધાત્રીઓ-ધા સિવાય બીજી પણ દાસીઓ હતી જેવી કે, કુબડી, ચિલાત દેશમાં ઉત્પન્ન થએલી, વામન વડમ તેમેટા પેટવાળી, બબરી, બકુશ દેશની, નાક દેશની, પલ્લવિક દેશની, ઈશિનિક દેશની, પેકિન દેશની, લાસક દેશની, લકુશ દેશની. કવિદ દેશની, સિંહલ દેશની, આરબ દેશની, પુલિંદ્ર દેશની, પકકણદેશની, બહલ દેશની, મરૂડ ફેશની, શવર દેશની, પારસ દેશની વગેરે જુદા જુદા દેશ પરદેશની શોભતી દાસીઓ કે જેઓ મુખ, નેત્ર આદિની ચેષ્ટાને જાણનાર, ચિંતિત અને પ્રાર્થિતને જાણનારી હતી. તેઓ પિતાના દેશનાં વસ્ત્રને ધારણ કરનારી હતી. તેમજ અતિકુશળ હતી. તેમજ વિનયવાળી હતી. આવી પરદેશી અને દેશી દાસીઓ, જાઓ, કંચુકીઓ અને અંતઃપુરમાં રહેલા મહત્તરના સહવાસમાં મેઘકૂમાર રહેવા લાગે. અને એકના હાથમાંથી બીજાના હાથમાં, એકના ખળામાંથી બીજાના મેળામાં રમવા લાગે. બાળકને લાયક એવાં ગીત સાંભળ, આંગળી પકડી ચાલતે, કીડા વડે લાલન પાલન થતું. મનહર મણિ જડિત ભોંય તળીઓ ઉપર ચાલતો હતો. અને ગુફાઓમાં - રહેલા ચંપકના વેલાઓ જેમ વાયુ અને ઉપદ્રવ રહિત થકા વૃદ્ધિ પામે તેમ મેધકુમાર સુખે સુખે વૃદ્ધિ પામવા લાગે. મેટ થવા લાગે. દરમિયાન નામ પાડવું. પારણામાં સુવાડવું, પગે ચલાવવું, ચૌલકર્મ (માથે ચેસ્લી રાખવી એટલે પહેલી વારના વાળ વધ્ધ કરાવવા) ઈત્યાદિક ક્રિયાઓ જે જે અવસરે કરવી જોઈએ તે તે અવસરે માતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com