SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ રહિત છે. હે સ્વામીન ! આપનું વચન મને ઈષ્ટ છે. તે હું અંગીકાર કરું છું તમે કહે છે તે અર્થ સત્ય છે. આ પ્રમાણે બોલી સ્વપ્નના અર્થને અંગિકાર કર્યો. અને શ્રેણિક રાજાની આજ્ઞા મળવાથી પોતે એઠાં હતાં તે ભદ્રાસન પરથી ઉઠીને જ્યાં પિતાને શયનખંડ છે ત્યાં આવ્યાં, અને પોતાની શય્યા પર બેસીને વિચારવા લાગ્યાં કે આ સ્વરૂપથી ઉત્તમ, ફળવડે પ્રધાન અને માંગલીક એવું સ્વપ્ન બીજાં અશુભ સ્વપ્ન વડે હણાઈ ન જાઓ. એમ વિચારી તે ધારણીદેવી દેવ અને ગુરૂજનના સંબંધવાળી ધાર્મિક કથાવડે શુભ સ્વપ્નનું રક્ષણ કરવા જાગતાં રહ્યાં. - અહીં આપણે વિચારવાનું છે કે બ્રહ્મચર્યની કેટલી ઉત્તમતા બતાવી છે. સંસારીક જીવો મૈથુનનું સેવન કરે છે પણ તેમાં કેટલી મર્યાદા તે કાળે રખાતી હતી. સ્ત્રી પુરૂષ એક હેલમાં સુઈ રહેતાં નહિ. કેટલાક એમ દલીલ કરશે કે રાજાઓને ઘણી રાણીઓ હોવાથી દરેક રાણીને જુદો ઓરડો આપેલ હોય અને રાજા પોતાના જુદા શયનગૃહમાં સુઈ રહે. એ વાત ઠીક છે. પણ રાજા વિના સામાન્ય ગૃહસ્થામાં પણ સ્ત્રી પુરૂષોને સુવાના જુદા ઓરડા હોવાના દાખલા શાસ્ત્રોમાં કહ્યા છે. કામદેવ આદિ શ્રાવકેના અધિકારમાં પણ તે વાત જણાવી છે. સાધારણ માણસો એવા હેલની જોગવાઈ કરી ન શકતા હોય તેમણે સ્ત્રી પુરૂષની એક પથારી તો ન જ રાખવી જોઈએ. • વળી પિતાને સ્પનું આવ્યા પછી ધારણીરાણી પિતાના સ્વામી પાસે ગયાં અને કેટલા વિનયથી સ્વપ્ન વૃતાંત કહ્યો. અને સ્વામીની રજા મળી ત્યારેજ બેઠાં અને સ્વપ્નની હકીકત કહી અને તેના ફળની હકીકત સાંભળી રજા મળ્યા પછી આસનેથી ૩ડીને પિતાના શયનગ્રહમાં ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy