SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ રાખીને શરીરના કષ્ટને સહન કરે છે. એટલે શરીરનું કષ્ટ સંહન કરવા ઉપર મેષકુમારના પૂર્વના હસ્તીના ભવનું દૃષ્ટાંત સમજવું. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે તે ચિત્ત રાખીને શ્રવણ કરે. હું જમ્મુ! તે કાળે તે સમયે આજ જંબુદ્િપના ભરત નામના ક્ષેત્રને વિષે દક્ષિણાધ ભરત ક્ષેત્રમાં રાજગ્રહ નામનું નગર હતું. તેનું સ્વાભાવિક વર્ણન શી આતમાં કહેલું છે. ત્યાં એક ગુણશૈલ નામનું ચૈત્ય હતું. તે રાજગૃહ નગરને વિષે શ્રેણીક નામે રાજા હતા તે મેટા હિમવંત પર્યંત જેવા બળવાન હતા વિગેરે વાત શરૂઆતમાં જણાવેલી છે. તે શ્રેણિક રાજાને નંદા રાણીથી અભય નામના કુંવર થયા હતા. તેના શરીરની પાંચે ઇંદ્રિયા લક્ષણ અને સ્વરૂપથી પરીપૂર્ણ હતી. એટલે સંપૂર્ણ રીતે રૂપવાન હતા. તેની સાથે તેનામાં સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન એ ચારે ગુણા હતા, તથા નૈગમાદિકનયના પ્રકારાને જાણનારા હતા. તથા હા, અપેાહ, માણુ અને ગવેષણ વડે અર્થશાસ્ત્રમાં કહેલી બુદ્ધિએ કરીને ચતુર હતા તથા ઉત્પાતિયા, વિનયા, કર્માંના અને પારિ ણાત્રિકો એ ચાર પ્રકારની બુદ્ધિએ તેનામાં વાસ કરેલા હતા. શ્રેણિક રાજા પોતાનાં ખાનગી તેમજ જાહેર કામે આ અલયકુમારને પૂછ્યા વિના ભાગ્યેજ કરતા. તેની સલાહ લેવાથી રાજા થઈ શકે તેવાં અને ન થઈ શકે તેવાં કઠણુ સર્વાં કામેામાં પાર પામી શકતા. તે રાજાને પોતાનાં ચક્ષુ જેવા, જમણી બાહ્ય જેવા, હૈયાના હાર જેવાને માથાના મુગટ જેવા વહાલા હતા. તેના મંત્રીપથી રાજા દેશમાં, લક્ષ્મીમાં; વૈભવમાં વગેરેમાં સારા વધારા કરી શક્યા હતા. તેમજ પ્રજાજાને ષણ સુખ આપી તેમની પ્રીતિ સંપાદન કરી હતી. રાજ્ય અધિકાર પર રહી પ્રજાની તેમજ રાજાની એક સરુખી પ્રતિ સંપાદન કરવી તે કંઈ જેવી તેવી વાત નથી. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy