SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન પ્રકાશ માવત” ને “બિલાડીએ મારેલ” એવો અર્થ ગોપાળજીભાઈ પટેલ કરે છે, તે બરાબર નથી, કહ્યું કે “a ” ને અર્થ મારેલ એમ કોઈ પણ સ્થળે થતો નથી, પરંતુ જજિસ” પ્રાતિ ” ઈત્યાદિ સ્થળોએ રાજીવડે સંસ્કારેલ, દ્રાક્ષાવડે સંસ્કારેલ (કે જેને ભાષામાં રાઈતું વગેરે કહેવામાં આવે છે) તે પ્રમાણે સંસ્કારેલ એવો અર્થ થાય છે. તેને બદલે “ત"ને અર્થ ખેંચતાણીને “મારેલ' કરો અને પૂર્વના ટીકાકારેને ખેંચીતાણુને અર્થ કરનારા કહેવા તે ઉચિત નથી. વળી ભગવાન મહાવીરને ઔષધ વહેરાવનાર રેવતી એ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ મહાવીરના ચતુર્વિધ સંધ પૈકી કલ્પસૂત્રમાં વર્ણવેલ સુલસા વગેરે શ્રાવક સંધની ગણનામાંની મુખ્ય વ્રતધારિણી શ્રાવિકા હતી કે જેને ત્યાં ભગવાન મહાવીરે વારંવાર નિષિદ્ધ તરીકે ઉપદેશેલ, નરકાવતારના ધારભૂત માંસ-ભક્ષણ કદી પણ સંભવી શકે જ નહિ. [૩] એવી એક શંકા સ્થાને છે કે માંસાહારના મહાન પ્રતિષેધક ભગવાન મહાવીરના આગમોમાં, સામાન્ય જનતાને ભ્રમમાં નાખે એવા “ભાસ' “કપિત” “માર' વગેરે શબ્દોની એજના શાથી હોય? શું સ્પષ્ટ અર્થને બતાવનાર બીજા શબ્દો ન હતા કે જેથી આવા ઠયર્થક તેમજ સાધર્મથી અર્થે લઈ આગમ સંગત કરવા પડે તેવા શબ્દોનો પ્રયોગ કરાયો ? આનું સમાધાન ગુરૂગમથી જેઓએ જૈન આગમોનું રહસ્ય જાણ્યું છે તેવા આગમોના અભ્યાસીઓને સરળ રીતે થઈ શકે તેવું છે. તે એ કે ગણુધરેએ આગમેની રચના ચતુરનુયાગમયી કરી હતી કે જેથી આગમના પ્રત્યેક સૂત્રથી દ્રવ્યાનુયેગને, ગણિતાનુયોગને, ચરણકરણનુયાગને તેમજ ધર્મકથાનુગને અર્થ નીકળત અને શિષ્યને સમજાવતા હતા, પરંતુ આર્ય વ્રજસ્વામી પછી મેધાહાસ વગેરેને કારણે પ્રત્યેક સૂત્રોને એકેક અનુગમાં નિયત કરવામાં આવ્યા. આ વાત શ્રી હરિભદ્રરિચિત શ્રીક્સવૈકલિક ટીકમાં આ પ્રમાણે છે – इह चार्थतोऽनुयोगो विधा अपृथक्त्वानुयोग : “पृथक्त्वानुयोगश्च सत्रापृथक्त्वानुयोगो यत्रैकस्मिन्नेव सूत्रे सर्वे एव चरणकरणादय : प्ररूप्यन्तेऽनन्तगमपर्यायार्थकत्वात् सत्रस्य, पृथक्त्वानुयोगच यत्रक्वचिसूत्रे चरणकरणमेव क्वचित्पुनर्धर्मकथैव वेत्यादि ॥ अनयोध वक्तव्यता। जावंति अजवारा अजपुहुत्त कालियानुओगस्त । तेणारेण पुहुतं कालियसुयदिठिवाए य॥ અહીં એર્થથી અનુયોગ બે પ્રકાર છે. એક અપૃથકવાનુયોગ અને બીજે પૃથવાનુગ. તેમાં અપૃથકતાનુયોગ એક જ સૂત્રમાં સર્વ ચરણ કરણ વગેરે યોગ પ્રરૂપાય છે, કારણ કે સૂત્ર અનન્ત ગમ પર્યાય અને અર્થવાળું હોય છે. નૃથકત્વાનુયોગ તે કે કઈ સૂત્રમાં ચરકરણાનુયોગ જ હોય તે કોઈ સૂત્રમાં ધર્મકથાનુબ જ હોય, એ પ્રમાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034551
Book TitleMansaharno Prashna
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJeshingbhai Premabhai Sheth
Publication Year1939
Total Pages10
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy