SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ માંસાહારનો પ્રશ્ન લેખક:મુનિરાજ શ્રી રધરવિજયજી. “પ્રસ્થાન” માસિકના ચાલુ વર્ષના કાર્તિક માસના અંકમાં શ્રીગાપાળદાસ જીવાભાઇ પટેલે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકના પાઠને આધારે શ્રી મહાવીરસ્વામીએ એક વખત માંસાહાર કર્યાં હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન સેવ્યેા છે અને તેમ કરીને તે વિષયક ચર્યાં. શાન્ત કરવાને બદલે વિશેષ ઊહાપોહ ઉત્પન્ન કર્યો છે. આ બાબતનું સત્ય સ્વરૂપ જો પ્રગટ કરવામાં ન આવે તો ઘણાએકને મતિવિભ્રમ થવા સંભવ છે, માટે એ ભ્રમને દૂર કરવામાં ઉપયાગી એવી કેટલીક વાતા નીચે જણાવવામાં આવે છે. [ 1 ] પૂર્વીપરના સબન્ધુ મેળવ્યા સિવાય વાકયના અથ કરતાં અનર્થ થઈ જાય છે. માટે જૈન આગમેામાં માંસાહારા જે સ્થાને સ્થાને સખ્ત નિષેધ છે, તે વાત લક્ષ્યમાં રહેવી જોઇએ. જેમકે સૂયગડાંગ સૂત્ર અધ્યયન ખીજામાં મુનિઓના આચાર પ્રસ્તાવમાં ગમનમાંતાલિળા (મુનિએ) મદ્ય અને માંસ નહિ ખાનારા' એવા સ્પષ્ટ પાઠ છે. શ્રી ભગવતીજી સૂત્ર શતક ૮, ઉદ્દેશ ૯ મામાં શ્રી ગૌતમસ્વામીજી ભગવાન મહાવીરને નરક ગતિ યોગ્ય કામ`ણુ શરીર પ્રયાગ અધનું કારણ પૂછે છે તે ભગવાન મહાવીર ઉત્તર આપે છે, તે આ પ્રમાણે— नेरइयाउ कम्मासरीरप्प्रयोग बंधेणं भंते ? पुच्छा । महारंभयाए महापरिग्गहयाप कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदपणं नेरइयाउयकम्मासरीरजाव વયોવછે. પ્રશ્ન{હે ભગવન,) નારકીના આયુષ્ય ચેાગ્ય કાણુ શરીર પ્રયાગબંધનું કારણુ શું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034551
Book TitleMansaharno Prashna
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJeshingbhai Premabhai Sheth
Publication Year1939
Total Pages10
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy