SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ " દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૩૭ હવે મણિ દાદા ક્યાં મળશે ! તે પ્રશાંત દિવ્ય ચક્ષુનાં દર્શન ક્યારે થશે ? તે ગંભીર પ્રસન્ન મુખથી ધર્મલાભના આશિર્વચને હવે ક્યારે સાંભળીશું! હા ! દાદા મહારાજ ગયા ! પ્રાતઃકાલે સર્વ સંધ ભેળો થયો. મહાન ગુરૂ ગુણને સંભારતા આંખોમાંથી આંસુઓ પાડતા શબને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, ચંદનથી ચર્ચા કરી મુનિ વેશ પહેરાવ્યો. પછી સુંદર સુશોભિત માંડવીમાં શરીરને પધરાવ્યું. હઝારે મુખથી “જય જય નંદા, જય જય ભદા’ ના ઉચ્ચાર થવા લાગ્યા માર્ગમાં સ્થાને સ્થાને હાથ જેડી વંદના કરતા લેકે સેના રૂપાના પુષ્પો વિગેરેથી વધાવવા લાગ્યા એમ કરતાં માંડવી નગર બહાર નીકળી અને શુદ્ધ ભૂમિ ઉપર ચંદનાદિની ચિતામાં શબને અચિ સંસ્કાર થયો. અને દાદાશ્રી મણિવિજયજીનું નામ, સ્મરણ માત્ર રહ્યું. નિર્વાણના સમાચાર ઠામ ઠામ પહોંચી ગયા. સર્વ કાઈ સાંભળી ઉદાસ થયા. રાંદેરમાં રત્નસાગરજી ચોમાસુ હતા ત્યાં પણ સમાચાર પહેઓ સાથે રહેલા દાદાશ્રીજીના શિષ્ય મુનિશ્રી સિદ્ધિવિજયજીને સમાચાર સાંભળતાં હૃદય વાહત થયું, છેવટે પણ ગુરૂવર્યને સમાગમ ન થયો. ગુરૂ મહારાજની વંદના અને સેવાની અભિલાષા મનમાં ને મનમાં જ રહી, આથી ઘણું લાગી આવ્યું, પરંતુ ભાવિ આગળ શો ઉપાય ? તમ સ્વામી જેવાને પણ છેવટે ગુરૂ દર્શનને વિરહ રહ્યો તો બીજાને માટે શું કહેવું. છેવટે મુનિવર્ય શ્રી રત્નસાગર વિગેરેએ તેમને સમજાવી શાંત કર્યો. સંઘ સમક્ષ દેવવંદનની ક્રિયા કરવામાં આવી અને તેમણે ઉપવાસનું પચ્ચખાણ કર્યું ત્યારથી માંડી અદ્યાપિ પર્યત આશો સુદ ૮ ને દિવસે તેઓશ્રી દરવે ઉપવાસ કરે છે ! ધન્ય છે ! એ ગુરૂભક્ત શિષ્યોને ! આ પ્રમાણે પરમપુજ્ય તપસ્વી દાદાશ્રી મણિવિજયજી મહારાજ ૧૮પર માં જન્મ્યા, ૧૮૭૭ માં દીક્ષા ગ્રહણ કરી, ૧૯રર નાં જેઠ સુદ ૧૩ ના દિવસે પંન્યાસપદ મળ્યું અને ૧૯૭પ ના આશે શુદ ૮ ને દિવસે સ્વર્ગવાસી થયા, સર્વ મળી લગભગ ૫૦ વર્ષ ચારિત્ર પાલણ કર્યું. રાજનગર જૈન વિદ્યાશાળા, વીર. સં. ૨૪૫૦ વિ. સં. ૧૮૦ મેઘવિજય. ભાદ્રપદ કૃણ દશમી. | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy