SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ચના થશે કહે કે અમે એ જેથી ધાર્મિમાં ૧૭૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ લાભ તેઓ બન્ને સાથે લેતાં હતાં. દ્રવ્યપૂજા અને ભાવપૂજા ઉભય પૂજામાં કેટલીક વખતે તેઓ તલ્લીન બની અનેક કર્મની નિર્જરા કરતાં હતાં, આ પ્રમાણે વિશુદ્ધ કિયાનુષ્ઠાનમાં સમયને વ્યય કરતાં અનુક્રમે ભર યુવાવસ્થામાં આવી પહોંચ્યા. દેવગે કહે કે કર્મની વિચિત્ર ગતિએ કહે, અવસ્થાએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું, જેથી ધાર્મિક પ્રવૃત્તિએમાં ઉભયનો મતિને વિષયાસ થયે, દિનપરદિન ધમાનુકાનમાં શિથિલતા પ્રાપ્ત થવા લાગી, છેવટે ધર્મને છેક વિસરી ગયાં અરે એટલું જ નહિ પરંતુ ધર્મસાધન પ્રત્યે અરૂચિ ઉત્પન્ન થઈ. મદેન્મત્ત હસ્તિસમાન અનર્થકારિણું યુવાવસ્થા પ્રાપ્ત થયે છતે સ્વાભાવિક પ્રાણીઓમાં વિવાંછાની લેલુપતાથી નિર્વિવેકિતા ચંડાલણને પ્રવેશ થયા વિના રહી શકતા નથી, ધર્માધિવાસિત હૃદયવાળા કઈ ભાગ્યવાનજ તેનાથી વંચિત રહી શકે છે. મદોન્મત્ત યુવાવસ્થા એ ગુણરૂપી નવપલ્લવિત વનને જડમુળથી બાળીને ભસ્મ કરનાર દેદિપ્યમાન દાવાનળ સમાન છે અને ઉદ્ભવે તે દાવાનળ ગુણરૂપ ઇંધન બળી રહ્યા પછી જ શાંત થાય છે. દુનિયામાં ભાગ્યવાન તો તેજ કે જેઓ પ્રથમથી જ તેને શમ શિતલ જલ સીચી શાંત કરે છે. નિર્ધન, નિર્બલ, કુરૂપ અને ભૂખ વગેરે મનુ ને પણ જ્યારે આ યુવાવસ્થા વિકાર કર્યા વિના રહેતી નથી તે પછી વિદ્યા, રૂપ, બલ, અધર્મ વિગેરેથી ઉદ્ધત થયેલા પ્રાણીઓને માટે તે શુંજ કહેવું? પત્નિસહિત શંખશેઠ યુવાવસ્થાના તેરમાં સઘળું વિસરી ગયે, ધર્મને ભૂલી ગયે, પરિણામે ધર્મ પ્રત્યેના અને નાદરથી તે દંપતીએ નિબિડ કમ ઉપાર્જન કર્યું. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે હે ભાગ્યશાળી સુંદરભૂપાલ ! તે શંખ શેઠ કાળધર્મ પામી તું પોતે થયે અને પૂર્વભવની તારી તે શ્રી નામની પત્ની તે રાણી મદનવલ્લભા થઈ. પ્રથમાવસ્થામાં તમે બંને જણાંએ વિશુદ્ધ હૃદયથી ધર્મનું આરાધન કર્યું હતું જેના પ્રભાવે તમે એ વિપુલ રાજ્યઋદ્ધિનું સુખ અનુભવ્યું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy