________________
૧૩ મું ]
રાજધાની પ્રવેશ.
૧૬૩
મનની વધામણી આપી. તેની ઉપર પ્રસન્ન થઇ મંત્રીએ સારૂં ઇનામ આપ્યું. પ્રભુઆગમનના શુભસમાચાર નગરમાં સર્વત્ર ફેલાઇ ગયા. સર્વ પ્રજા અતિશય આનંદ પામી, સર્વત્ર હર્ષભેર પૃથ્વીપતિનાં દર્શનની તૈયારી થવા લાગી. સ્વાભાવિક છે કે રાજા અને પ્રજા ઉભયને આજે આનદનોજ અવસર હાય, કેમકે પ્રજાપ્રત્યે પેાતાની સંતતિતુલ્ય અંત:કરણવાળા રાજાને પણ આજે ઘણા લાંબા કાળે પ્રજાનાં દર્શન થવાં છે અને સ્વામીદર્શનની ઉત્કંઠિત પ્રજાને તેા પેાતાના શિરછત્ર સ્વામિનાં આજે દર્શન થશે એ આન બેઠાજ છે. ઉભય પક્ષમાં આ આન ંદની પરિસીમા પિતા અને સતતિ તરિકેના પ્રેમસ’ગર્ટૂનનેજ આભારી છે. જ્યાં તે સ્થિતિ નથી. ત્યાં તે આન ંદનો અવકાશ નથી. જે રાજાને કોઇપણ પ્રકારે પેાતાનો ખજાનો કેમ ભરાય એજ લાલસા લાગી રહી હૈાય. જેને પાતાની પ્રજાના સુખદુ:ખની સાથે કાંઇ લાગતુંવળગતુજ ન હોય અને તેને લઇને ગુન્હેગારને ઓળખવાની દરકાર પણ જેનામાં ન હોય અને પોતાના એશઆરામમાં ન્યાયઅન્યાયની વિવેચક બુદ્ધિ પણ સદાને માટે જેનાથી વેગળીજ હાય, તે ભલે કહેવાતા રાજા હાય પણ સાચા પ્રજાના નાથ થવાને માટે લેશમાત્ર પણ તેનામાં લાયકાત નથી હાતી અને તેથીજ કરીને અયાગ્ય પાત્રમાં પ્રાપ્ત થયેલા અધિકાર પરિણામે આખી દુનિયાને દુશ્મન બનાવે છે. દુનિયામાં પણ કહેવાય છે કે “ સિંહણનું દૂધ સુવર્ણ ના પાત્રમાંજ ટકી શકે છે, અન્યપાત્રમાં નાંખવામાં આવ્યુ હાય તા દૂધ અને પાત્ર ઉભયને ધ્વંસ થાય છે,” ત્યારે સાચું પૃથ્વીનાથપણ જનતાની યાગક્ષેમકારીમાંજ સમાયલુ હાય છે. જ્યાં હૃદયની વિશાળતા છે, જેનામાં સન્મુખ રહેલી વ્યક્તિના અંત:કરણને પારખવાની તેમજ ન્યાય અન્યાયને ઓળખવાની શક્તિ સપાદન થયેલી છે, પ્રજાને દુ:ખી જોઇ જેનું અત:કરણુ દયાદ્ન અને છે એટલુંજ નહુિ પણ તેના સકટને દૂર કરવામાં અથાગ પ્રયત્ન સેવતાં પોતાના શરીરને અને ધનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com