SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ થા અને મારા પ્રાણપતીનો મને સમાગમ કરાવી આપ. અરે! કેણ જાણે તે પણ કેવી અધમ દશાને અનુભવ કરી રહ્યા હશે ? અરે પ્રાણનાથ ! હવે તો આપ શીધ્ર દર્શન દઈ આ દાસીને ઉદ્ધાર કરે. આપના વિના આ દાસી ક્ષણભર પણ જીવી શકે એમ નથી. મારા કમળ મુગ્ધ બાળકો મારા વિના કેવું દુ:ખી જીવન ગાળતા હશે? તેઓ ક્યાં હશે ! નિર્દય દેવે મારી ઉપર જુલ્મ ગુજારવામાં કાંક પણ મણું ન રાખી. મને અન્ય ચાહે તેવું દુઃખ હોય પરંતુ મારા પ્રાણનાથ અને મારા પુત્રને સમાગમ સદાને માટે સ્થાયી હોત તે મને કશુંજ દુ:ખ ન હતું પણ દુર્ભાગીણીની ભાગ્યમાં તે કયાંથી હોય? કટીશ: ધન્ય છે તે સતિશિ. રોમણી સ્ત્રીઓને કે જેઓ નિરંતર ચાવજ જીવપર્યત શુદ્ધ અંત:કરણથી દેવની માફક પિતાને સ્વામીની સેવા કરી મ નુષ્યજીવનને સફળ કરે છે. સ્વામીના પ્રત્યેક કાર્યમાં પિતે સહાયક બને છે. ટુંકાણમાં કહીએ તે તેઓ પોતાના સ્વામીને હમેશાં આનંદમગ્નજ રાખે છે પણ મારું તે સ ભાગ્ય ન મળે કે સ્વામિના સમાગમમાં રહી તેમના ચરણ કમલની સેવાને અપૂર્વ લાભ મેળવું. અરે ! સમાગમની વાત તે દૂર રહો એવી વિષમસ્થિતિમાં હું સપડાઈ છું કે જ્યાં સ્વામીના સુખદુ:ખની ભાળ પણ મળી શકતી નથી. ખેર મારા ભાગ્યનો ઉદય ચઢીઆતો હશે તો સઘળું મને આવી મળશે તેની મારે ચિંતા કરવાથી પણ શું વિશેષ ! ભવા તરમાં તેવા દુક ઉપાર્જન કરતાં યા કોઈને અંતરાય કરતાં એ વિચાર ન આવ્યું કે આ કુકર્મોના કટક વિપાકે મારે ભોગવવા પડશે ! હવે માત્ર વિચારવાનું એટલું જ કે હે આત્મા ! પ્રાપ્ત થયેલી આ આપત્તિને શાંતિપૂર્વક સહન કરી લે કે જેથી આર્તધ્યાનજન્ય નવીન દુષ્કર્મો ઉત્પન્ન ન થાય અને તેથી ભવાંતરમાં આવાં કષ્ટ સહન કરવાને અવસર ન આવે. બીજાં શારીરિક કષ્ટ કરતાં સાચું કષ્ટ તે મારે એજ છે કે આ પાપી સાથે વાહના કારાગૃહમાં મારે ક્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy