SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મું.] ભાગ્યોદય અને પુન: રાજ્યપ્રાપ્તિ, ૧૦૧ વનવૃત્તાંત દેવ સમક્ષ કહી દર્શાવ્યું. રાજાનું વૃત્તાંત સાંભળતાં દેવના અંતઃકરણમાં પણ અતિશય ચમત્કાર ઉત્પન્ન થયો અને તેની પ્રશંસા કરવા લાગ્યો. હે ભાગ્યશાળી ! ધન્ય છે તને કે તારા જેવા મનુષ્યમાં આવી સાત્વિક વૃત્તિ અને સદ્વર્તન પ્રત્યે અવિહડ પ્રેમ! વિષમ સંકટના સમયે પણ આવી દઢ પ્રતિજ્ઞાનું સંપૂર્ણ રીતે પાલન મહા ભાગ્યવાને જ કરી શકે. મહાનુભાવ! હું તારા સત્વથી અતિશય પ્રસન્ન થયો છું માટે તું મારી પાસે અભિષ્ટ વસ્તુની યાચના કર, હું તારી મનવાંછા પૂર્ણ કરીશ. ' મધુરાલાપી દેવના ઉપયુકત વચનો સાંભળી રાજાએ કહ્યું “સ્વામિન્ ! મારી પ્રાણવલ્લભા રણ મદનવલ્લભા અને કીર્તિ પાલ અને મહિપાલ નામના બન્ને પુત્રો હાલ ક્યાં છે? તેઓ મને ક્યારે મળશે? તે આપ કૃપા કરી દર્શાવે.” રાજાએ દેવના વરદાનમાં આ જ માંગ્યું, કેમકે રાજાને બીજા કશાની જરૂર નહતી. તે એમજ જાણતા હતા કે મારી પાસે કશી ન્યૂનતા નથી. શીલવત અને સ્ત્રીપુત્ર એજ મારી સંપત્તિ છે, એ સંપત્તિમાં રહેલી ન્યૂનતા પૂર્ણ કરવા ખાતર જ દેવની પાસે તેની યાચના કરી. પ્રસન્ન મુખે દેવે રાજાને ઉત્તર આપ્યો કે ભાગ્યવાન! અપ સમયમાં જ તારૂં સર્વે કુટુંબ તને મળશે અને શીલવ્રતના પ્રભાવથી અખંડ રાજ્યલક્ષમી ફરીથી પણ તારા હસ્તગત થશે. સત્ત્વશાળી! લે આ ચિંતામણીરત્ન ગ્રહણ કર, જેના પ્રભાવથી તારા સર્વ મનેરો સફળ થશે. આ પ્રમાણે દેવે રાજાને ચિતામણું રત્ન અર્પણ કરી જે સ્થળે દેવરમનો ઉપસર્ગથ હતો તેજ આદીશ્વર પ્રભુના ભવ્ય જિનાલયમાં મુક્યો. - પ્રિય વાંચક! મનુષ્ય ધારે તે શું ન કરી શકે ? દુનિયામાં કહ્યું એવું કાર્ય છે કે જે કાર્ય મનુષ્યથી ન બની શકે? કહેવત છે કે “ કાળા માથાને માનવી શું ન કરી શકે?” તેવા આદર્શ કાર્યોને અંગે મનુષ્ય એવું સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy