________________
પુત્રવિયેગ,
બાળકો આશાના ઉન્નત શિખર પર આરૂઢ થયા હતા.
ત્યારે બીજી બાજુએ દુર્દેવથી રાજાનું પુત્રસંગનું અલ્પ માત્ર સુખ પણ સહન ન થઈ શક્યું, જેથી કર્મેન્દ્ર પિતાના વામય શાસ્ત્રના કઠોર પ્રહારથી બન્ને બાળકોની આશાના ઉન્નત શિખરના ચૂરેચૂરા કરી નાંખ્યા. પિતા સન્મુખ અનિમેષ દષ્ટિએ દેખનારા બાળકોની પણ નિર્દયને દયા ન આવી અને ભિન્ન ભિન્ન કિનારે રહેલા બન્ને નિરાધાર બાળકોના દેખતાંજ નદીના મધ્ય પ્રદેશમાં પહોંચેલા રાજાને, પૂર જોશથી આવતા પાણિના પ્રવાહમાં ખેંચે અને નીચે પાડી નાખ્યા.
વિધિનું સામ્રાજ્ય કોઈ અપૂર્વ છે કે-જે કાર્યની સંભાવના પણ ન થતી હોય અને જે સ્થળોમાં જેની ઉત્પત્તિની ગંધ પણ ન જણાતી હોય, તે સ્થળેમાં તેવાં દૂર્ઘટ કાર્યો પણ ઉત્પન્ન કરે છે અને જે સ્થલે જે કાર્યની ઉત્પત્તિની સંભાવના સંપૂર્ણપણે દષ્ટિગોચર થતી હોય, જનસમૂહ પણ તે સ્થળે જે કાર્ય જેવાને માટે તલસી રહ્યો હોય, તે સ્થળે તેવા સુઘટિત કાર્યોને પણ વિનાશ કરે છે. કહેવાની મતલબ કે જે કાર્યોને માટે પ્રાણીઓ ચિંતવન પણ કરી શકતા નથી તેવાં કાર્યોને પણ વિધિ ઘટાવી દે છે.
પ્રવાહમાં તણાતા રાજાના હોસ ઉડી ગયા અને પુત્રવિયોગના દુઃખથી બચવા સાથે પોતાનું જીવન બચાવવું પણ દુર્ઘટ થઈ પડયું. તેને એમજ લાગ્યું કે, આ જળપ્રવાહમાંજ રાણી, રાજ્ય અને પુત્રના સમાગમ વિનાજ મારી જીવનલીલાને અંત આવશે કે શું? રાજા આ પ્રમાણે વિચાર કરે છે, એટલામાં જ ભાગ્યસંગે પાણીના પ્રવાહમાં આમતેમ અટવાતાં અને બન્ને બાહને ચારે બાજુએ પસારતાં કાષ્ટને નાનો ટુકડે હાથમાં આવી ગયા જેના આધારે પોતાનો પ્રાણ બચવાની તો આશા બંધાઈ પણ પુત્રસંગની આશાનાં કિરણે હજુ અંધકારના ઘન પહેલેથી તિહિત જ રહ્યાં. અસહ્ય પુત્રવિયોગથી શેકાકુલ રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com