SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું]. વિર માણિભદ્ર પ૩ આગ્રાના ચાતુર્માસને લીધે જ આ તમામ પ્રવૃત્તિઓ જવામાં આવેલી હતી. આ સમાચાર સાંભળતાં જ માણેકશાહ શેઠનું અંતર હર્ષાવેશથી નાચી ઉઠયું. આજે કેટલાએ લાંબા સમય બાદ એ જ પરમપૂજ્ય ગુરુદેવનાં દર્શન થશે એ આશાએ એમનું હૃદય પુલકિત બની ઊઠયું. જરા પણ સમય ન ગુમાવતાં તે જ વખતે માણેકશાહ શેઠ શ્રી સદ્ગુરુ ચરણમાં ઉપસ્થિત થયા. ગુરુદેવને પ્રદક્ષિણા વંદનાદિ કરીને માણેકશાહે યોગ્ય આસન લીધું. માણેકશાહના આજના એકાએક આગમનથી આચાર્યશ્રી પણ અતિ સંતુષ્ટ થયા. એમણે શ્રાવકના મૂળ બારવ્રત અધિકાર સંભળાવ્યું, અને માણેકશાહે બારવ્રત ઉચર્યા પછી શ્રી ગુરુદેવના આદેશથી પિતાની સાથેની માલની તમામ પિઠેને બીજે જ દિવસે પાછી ઉજ્જયિની તરફ રવાના કરી દીધી. પોતે શ્રી સદ્ગુરુચરણમાં ચાતમસ ગાળવાનો નિશ્ચય કરીને ત્યાં જ રોકાઈ રહ્યા. ગુરુદેવનાં દર્શન માત્રથી જ એમની વ્યાપારી અને વ્યવહારી વૃત્તિ, ત્યાગ અને વૈરાગ્યની વાડે વળી ચૂકી. - માણેકશાહ શેઠે શ્રી સદ્ગુરુનાં સામીપ્યમાં દિનપ્રતિદિન સામાયિક બે વખત, પ્રતિક્રમણ, પોષહ વગેરે ધર્મકરણી ઉગ્ર અને એકાગ્રભાવે કરવા માંડી. વ્યાખ્યાનમા વાંચવા ગુરુદેવે શરૂ કરેલું શ્રી સિદ્ધાચળ માહાસ્ય પણ એમણે પરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy