SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શુભાગમન. [ પ્રકરણ દેવ પ્રભાકરનાં પ્રકાશકિરણે કે વિજેતા સેનાધિપતિના આગળ ધસતા સૈન્યની માફક વધુ ને વધુ વિસ્તરતાં જતાં હતાં. વનપશુઓની વિકરાળ ત્રાડેથી આખી રાત ગઈ રહેલું વિકટ વન હમણાં જ જરા શાન્તિને પામેલું હતું. ઝાડે ઝાડે અને ડાળે ડાળે કલ્લોલ કરતાં વનપંખીડાં વિવિધ પ્રકારના એકધારા નાદ વડે સમગ્ર જંગલ ગજવી રહ્યાં હતાં. પ્રેમીની ગોદમાં ભાન ભૂલીને આખી રાત કેદી બનેલે ભેગીભ્રમર કમળપુષ્પની ખૂલતી પાંખડીઓ વચ્ચેથી, પ્રણયિ. નીના પ્રેમપાશમાંથી ઊઠતા કેઈક પ્રણયીની જેમ અવ્યવસ્થિત હાલતમાં આળસ મરડીને ઊઠતે હતે. કમળકુસુમે ફરી એકવાર પિતાની અનેક પાંખડીઓ પ્રસારીને ખીલી ઊડ્યાં હતાં, અને સરેવરજળમાં હીંચતાં હીંચતાં એકીટસે મીટ માંડીને ‘સવિતાદેવનાં દર્શન કરી રહ્યાં હતાં. પ્રભાતના પ્રકાશથી ઝબકીને જાગી ઊઠેલા મુસાફર લેકે, આખી રાતના આરામથી તાજા થએલા હોવાથી, સુસાફરીને તૂટેલે તંતુ સાંધી લેવાની તૈયારીમાં પડેલા હતા. શીતળ, મદ, અને સુગંધી સમીરથી સમસ્ત જંગલ મઘમઘી ઊઠયું હતું વનતરુવની વિશાળ ડાળીઓ પવનની હેરોથી ઝુલતી ઝૂલતી, રમણીય અંગમરોડથી રાહદારીઓને સત્કારી રહી હતી. ૧ સૂર્ય ૨ સુર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy