SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવર્તન. [પ્રકરણ આપણી આ નવલકથાના સમયમાં જેનોમાં પક્ષભેદનું વાતાવરણ અતિ ઉગ્ર બન્યું હતું. એક થાપે અને બીજો ઉથાપે એવી સ્થિતિ તરફ ચાલી રહી હતી. તપગચ્છ અને લોકાગચ્છ વચ્ચેની ખેંચતાણ પ્રબળ સ્વરૂપમાં પ્રવર્તમાન હતી. આ કારણથી જ આજે લોકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિ જિનવચનની આજ્ઞા લેપીને પિતાના પક્ષને પ્રબળ બનાવવા પ્રતિબંધ કરવામાં પિતાની તમામ શક્તિ વાપરી રહ્યા હતા. માણેક શાહ શેઠ મહા ધર્મપ્રેમી હતા. એઓ ઉજજયિનીના ધર્મવિશારદ સમૂહમાંના એક અગ્રગણ્ય ગૃહસ્થ ગણાતા. તેઓ શુદ્ધ શ્રાવકધર્મ અને કુળાચારનું પાલન કરતા. શ્રી જિનધર્મને જ તેઓ સર્વસ્વ માનતા. કેઈપણ પ્રકારના સંજોગોમાં જિન ધર્મના આદેશની તે અશાતના કરતા નહિ. દેવેદેરાસરમાં પૂજા, આંગી તથા અઠ્ઠમ તપ આદિમાં કદી પણ કશી ઉણપ આવવા દેતા નહિ. પદ્મનાભસૂરિની વાણી હમણાં હમણાં એમને એમના કુળાચારના ધર્મથી દૂરદૂર ઘસડી જતી હતી અને એમાં એમને દોષ ન હતે. શકિતશાળી વાણીને વેગ એટલે પ્રચંડ હોય છે, કે ઘણી વાર ઘણી વ્યકિતઓ જાણે અજાણે અને પરાણે પણ એ વાણીના વેગમાં ઘસડાઈ જાય છે. આ પ્રમાણે માણેકશાહ શેઠ પણ આચાર્યશ્રીની વાછટા અને શકિતનાં તેજમાં અંજાઈને ઉલટે માર્ગે આકર્ષવા લાગ્યા હતા. આ વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy