________________
દક્ષિણ ભારતમાં અસ્પૃશ્યતાનું જેર આજ સુધી વધારે ગણાતું, છતાં ત્યાં લગભગ બધાં જ મેટાં મોટાં મંદિરે હરિજનો માટે ખુલ્લાં થયાં છે; જ્યારે ગુજરાતમાં મંદિરે ખૂલવાની વાત તો કયાંય રહી, સામાન્ય અસ્પૃશ્યતાનિવારણનું કામ પણ બહુ જ મંદ ગતિએ ચાલે છે. ગામડાંમાં થતી હરિજનોની હાડછેડ અને તેમને ભોગવવો પડતો ત્રાસ વર્ણવ્યાં જાય એમ નથી. એમને જાણે માણસ જ ગણવામાં આવતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના જેટલી જ્ઞાતિમૂઢતા બીજા કેઈ પ્રાંતમાં નથી. જ્ઞાતિઓનાં જડ અને અન્યાયી બંધનોથી આપણે એટલા ઘેરાયેલા છીએ કે આપણા સારા સારા કાર્યકર્તાઓમાંથી બહુ ઓછા જ્ઞાતિઓના ગ્રાહમાંથી મુક્ત જણાય છે. ગુજરાત ગરવી બનશે કે ગાંડી રહેશે તેને આધાર અસ્પૃશ્યતા એ કેટલી ઝડપથી નાબૂદ કરે છે એના ઉપર છે. સાબરમતી
નરહરિ દ્વારા પરીખ
૬-૮-૧૯૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com