SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ -મહિપ્રવેશ અને શા : સ્મરણ કરનારા આ ભકતોમાં ભગવાનની નજરે કશો જ ભેદ નહોતે. ચોખાળા અને બંકા જાતના મહાર હતા, છતાં સર્વેશ્વરે એમની સાથે ઐક્ય કરી લીધું. A “જેને હરિનામ પર પ્રેમ છે તે જ અતિપવિત્ર છે. જે હરિનામ જપે છે તે જ વર્ષોમાં દ્વિજ છે. તુકારામ કહે છે કે નાતજાત ગમે તે હે, પણ જેના હૃદયમાં વિઠ્ઠલને વાસ છે તેને જ ધન્ય છે. હે નાથ! તમે અનેક જાતિઓને અંગીકાર કર્યો એ કેટલે ઉપકાર કર્યો ! કેવડુ મેટું સુન્દર કામ કર્યું ! ભક્તિપૂર્ણ ભાવથી બધા જીવમાત્રને – કીડીમ કેડીને પણ – નમન કરવું જોઈએ. જે પ્રભુને ઓળખતા નથી તેને જ માંગ ગણુ જોઈએ. નામદેવ જોડે પણ ભગવાને ભોજન કર્યું હતું જ ને! એની ભાવના શી હતી? મિરાલ અને જનક લૌકિક દષ્ટિએ કયા કુળમાં જન્મ્યાં હતાં? પણ આજે એમના મહિમાનાં તે જેટલાં વખાણ કરીએ તેટલાં થોડાં જ છે. ભૂતમાત્રની સેવા કરવી એ જ ભગવાનની પૂજા છે. “હે મનુષ્ય! સ્પર્શાસ્પર્શને આ બકવાદ શું ચલાવ્યો છે? અરે! એ બધું વ્યર્થ છે. તું તો તારા હદયને શુદ્ધ કર, અને તારા મનને મેલ ધોઈ નાખ.૭૭* તે પછી રામદાસ સ્વામીએ કહ્યું: “પ્રભુનું નામ લેવાનો અધિકાર ચારે વર્ણને છે. નામસ્મરણમાં કઈ ઊંચું ને કેઈ નીચું નથી. જડ અને મૂઢ પણ નામસ્મરણ વડે ભવસાગર પાર કરી શકે છે.'૭૮ - કવિ મેરેપતે વર્ણભિમાનવાળાને કહ્યું: “અમારામાં વધારે જ્ઞાન છે એ ફાંકે રાખીને તમે હરિજનને મહાર, યવન, કુણબી વગેરે નામથી ઓળખો છે, ખરુંને? પણ તમે એટલું ચેકસ સમજજો કે બીજમાં જે ગુણ છુપાયેલો પડ્યો હશે તે જ ઝાડના ફળમાં પ્રગટ થવાનો છે.”૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy