SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ મદિરપ્રવેશ અને શાસ્ત્રા એકલી ભક્તિ જ કામ લાગે છે, જાતિનું ત્યાં કશું મહત્ત્વ નથી. એટલે કુળ, જાતિ, વણુ એ બધાં નકામાં છે; મારાપણું, મારી ભક્તિ, એ જ ખરી સાક વસ્તુ છે. માણસ જ્યાં સુધી મારી જોડે સમરસ થયા નથી ત્યાં સુધી જ ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શુદ્ર, અન્ત્યજ વગેરે જુદી જુદી જાતિએ દેખાય છે. અરે, માણસ ભલે ગમે તે જાતિમાં જન્મે, અને ભલે મારી ભક્તિ કરે કે વિરોધ કરે, પણ મારે જ ભક્ત કે શત્રુ થાય, એ મુખ્ય વસ્તુ છે. એટલે, હે અર્જુન, ભલે પાપયેનિ હાય, કે વૈશ્ય, શૂદ્ર કે સ્ત્રી હોય, તે સહુ મારી ઉપાસનાથી મને જ પામે છે.’૧૨ : જ્ઞાનેશ્વરે અલગ પણ લખેલા. તેમાંના એકમાં કહ્યું છે કે ‘ જેના અંતરમાં રુકિમણીરમણુ છે તે ચાંડાલના પણ ઉદ્દાર થાય છે, અને જેના અંતરમાં એ નથી તે સંન્યાસી પણ ભવબંધમાંથી છૂટતા નથી.’૧૩ વળી કહ્યું છે કે ‘ ઊંચનીચભાવ અથવા દ્વેષાદ્વેષ જ્યાં સુધી ગયા નથી ત્યાં સુધી કર્મો કર્યાં કરવાથી કશું સુખ મળવાનું નથી.’૧૪ ' જ્ઞાનેશ્વરની બહેન મુક્તાબાઈ એવી નાની હતી કે ચાંગદેવ નામના એક પ્રસિદ્ધ યે।ગી ગવ છેાડીને એના શિષ્ય થયેલા. · મુક્તાઈ ચિન્તન કરીને મુક્ત થઈ છે,' ‘મુક્તિ સર્વદા જીવન્મુક્ત જ છે,’ * મુક્તાઈનું ચિત્ત નિરંતર મુક્ત છે,' · મુક્તાબાઈ સુખી થઈ છે,' એવા ઉદ્ગાર તેણે પાતે કાઢેલા છે.૧૫ " ‘ મુસલમાન ચઢાઈ એએ કેટલાક વખત લગી સવ પ્રવૃત્તિને સ્થગિત કરી નાખી હોય એમ દેખાય છે. પણ ધીરે ધીરે રાષ્ટ્રના આત્માએ તેનું નીરેાગી સ્થિતિસ્થાપકપણું કરી પ્રાપ્ત કર્યું; અને બરાબર મરાઠા સત્તાનું ઉત્થાન થયું તે જ અરસામાં સાધુસ તેની એક હારની હાર પેદા થાય છે. તેમનાં નામ દેશના લેાકામાં ઘરગથ્થુ શબ્દો જેવાં થઈ પડવાં છે. એ પ્રવાહ એ સૈકાં સુધી પૂરજોશમાં વહેવા ચાલુ રહ્યો, અને પછી સુકાઈ ગયા દેખાય છે. તેમાં ઓટ આવી તેની સાથે રાજકીય ગુલામી પણ અસ્ત પામી ગઈ. એકંદરે એમ કહી શકાય હું આ ધ જાગૃતિને ઇતિહાસ લગભગ પાંચસ। વરસ જેટલે સમય રાકે છે. એ સમય દરમ્યાન આ ભૂમિમાં પચાસ સાધુસંતે એવા થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy