________________
અશરણના શરણ.
(૭૭) નહિ અથવા એ નહિ. આપના પ્રભાવથી મારો વિજય થાઓ! અથવા એનાથી મને આપનું શરણ થાઓ !”
એ પ્રમાણે એ નરશ્રેઝની સ્તુતિ કરી પિતાનાં આયુધ વગેરે સજી લઈને ઈશાન દિશામાં આવ્યું. વેકિય સમુઘાતથી પિતાનું એક લાખ જેજન પ્રમાણ શરીર રચી તે બધા વિશ્વને ક્ષોભ ઉત્પન્ન કરવા લાગ્યો. શ્યામકાંતિવાળું એ મહા પ્રચંડ શરીર જાણે નંદીશ્વર દ્વીપને જંગમ અંજનગિરિ હોય તેવું દેખાવા લાગ્યું. એ પ્રચંડ શરીર ખરેખર ભયંકર હતું. એના વક્ષસ્થળથી સૂર્યમંડળ આચ્છાદિત થઈ ગયું. ભુજએના આશ્લેટનથી ગ્રહ, નક્ષત્ર અને તારા ખરી પડવા લાગ્યા. એવા અતિ લાંબા જાનુપર્યતની ચૂલિકાના અગ્રભાગને અડતા હોવાથી આશ્ચર્ય ઉપજાવતા હતા. અત્યારે કોધથી ધમધમતાં એનાં બધાં અંગોપાંગ જગતને ભયંકર હતાં.
એ ભયંકર શરીરધારી અમરાસુર બધા બ્રહ્માંડને હચ. મચાવતે, વ્યંતરોને બીવરાવત, તિષ્ક દેને ત્રાસ ઉત્પન્ન કરતે, સુધર્મપતિ તરફ વેગથી ચાલે. તે ક્ષણ માત્રમાં સૂર્ય-ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી શક્રમંડળમાં આવી પહોંચે. આ ભયંકર સ્વરૂપધારી મહામૂર્તિને અકસમાત વેગથી ધસી આવતી જોઈ કિલિવષ દેવતાઓ ભયના માર્યા બિચારા સંતાઈ ગયા, આલિયેગિક દેવતાઓ
આ ઉગ્ર રૂપધારી મૂર્તિને જોઈ ડરથી નાશભાગ કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com