SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ બંદીખાનામાં શ્રેણિક પાસે રહેલા પહેરગીરે યમરાજની બંધું સમા કણિકને લેહદંડ લઈ ધસી આવતે જોઈ ચમક્યા. - વિચાર કરવાનો સમય નહોતે. ખમતખામણ કે બીજી કંઈ મરણવિધિ કરવાની આ તક નહતી. અંતિમ સમય હવે આવી પહોંચ્યું હતું, તેથી શ્રેણિક કેણિક આવે તે પહેલાં તાલપુટ વિષ જીભના અગ્રભાગ ઉપર મૂકી દીધું. એ વિષ મૂકતાંની સાથે જ એના પ્રાણ નીકળી ગયા. આત્મા વગરનું જડ શરીર માત્ર ત્યાં રહી ગયું. શરીરમાં રહેલે આત્મા તે એક સમય માત્રામાં પ્રથમ નરક પૃથ્વીના પ્રથમ પ્રતરે કંઈક અધિક ચેરાસી લાખ વર્ષના આઉખે ઉત્પન્ન થઈ ગયો. પોણા આઠ ધનુષ્ય અને છ અંગુલનું તેનું દેહમાન થયું. પરમાધામીકૃત, ક્ષેત્રકૃત અને અન્ય અન્યકૃત ત્રણ પ્રકારની વેદનાને ભાગવતો શ્રેણિકનો આત્મા પૂર્વે કરેલાં પાપને ત્યાં ભેગવવા લાગ્યા. તીર્થકર ભગવાને જ્ઞાનથી જોઈને જે કંઈ કહ્યું હોય છે તે ક્યારે પણ અન્યથા થઈ શકતું નથી. શ્રેણિક મહારાજને ભગવાનની ભક્તિ કરતાં ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થયું, તીર્થકર નામકર્મ બાંધ્યું; પણ એમનું નિકાચિત નરકાયુષ્ય કોઈપણ પ્રકારે મિથ્યા થયું નહિ. ત્યાં તે એમને કરેલાં પાપને ઉપભેગ કરવાને અવશ્ય જવું પડયું. નરકના અતિથિ અવશ્ય થવું પડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy