SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર (૨૫) તે આપતા નથી. મારી નજર આગળથી જરા પણ દૂર કરતું નથી.” તમને હમણું જ પાછી આપી જઈશ. તમારી જેવી છે તેવી જ તમને સેંપી જાઉં, પછી શું હરક્ત છે?” “ના, તે નહિ બની શકે.” ભલે થઈને આ૫, મારી બાઈનું મન જેવાને અધીરૂં થઈ રહ્યું છે તેથી જ તારી પાસે આટલી આજીજી કરૂં છું.” ના, તે મારી છબી બગાડી નાખે તે, એની આશાતના કરે છે?” “જરાય આશાતના ભય રાખશે નહિ. મારી બાઈને બતાવી હમણું જ હું તમને પાછી આપી જઇશ.” તારા આટલાબધા આગ્રહ આગળ હું લાચાર છું. જો કે આ ચિત્રપટ આપવાનું મને મન થતું નથી તાં તને આપું છું, તે તારી બાઈને બતાવી એમને એમ પાછું આપી જજે.” એ વણિકે તરત જ પેલું ચિત્રપટ દાસીને આપ્યું. દાસી ચિત્રપટ લઈ ત્વરાથી અંત:પુરના માર્ગે રવાના થઈ, ચિત્રપટને લઈ જતી દાસીને જોઈ અભયકુમાર મનમાં હર્યો. “ચાલે કાર્યસિદ્ધિની શરૂઆત થતી જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy