SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) મહાવીર અને શ્રેણિક. “બેન! પણ એ ચિત્રપટ તમારે શું કામનું છે? એ કાંઈ પ્રભુનું નથી સમજ્યાં ?” સમય વતીને મેહિની બેલી. “ભલેને પ્રભુનું ન હોય, કોઈ પુરૂષનું હશે એથી શું? જેવાથી કાંઈ ઓછું વળગી પડે છે?” સુજેષ્ઠાએ કહ્યું. પણ બેન ! એવાં ચિત્રકારના કળાનિપુણ ચિત્ર ન જેવાં એ જ ઠીક છે. જોયા પછી વળી રખે કાંઈ ઉત્પાત મચે. દુનિયામાં જે ઉત્પાત મચ્યા છે તે કાંઈ જોયા કે સાંભળ્યા પહેલાં મચ્યા નથી. બેન ! મારી તે સલાહ છે કે તમારે એ ચિત્ર ન જેવું.” કારણ એનું? કહે તે ખરી કે શા માટે મારે ન જેવું? શું જરાક જેવું એમાંય પાપ છે?” સૂજેકાએ પોતાના બન્ને હાથ આમળતાં કહ્યું. હા બેન ! એમાં જ પાપ છે. ભવિષ્યના મોટા પાપનું નિમિત્ત એ નાનું પાપ છે. તમારી આ ભાવના ને જોયા પછીની ભાવનામાં રખેને ફરક પડે!” અરે ગાંડી ! તું તે ભેળી છે ભેળી. એ જેવાથી કાંઈ ચૅટી પડતું નથી. આ તે ઠીક, ગુણ આટલાં બધાં વખાણ કરે છે તે આપણે એક વાર જેવું. કેઈ દેવની છબી હશે, ચિત્રકારે એમાં પિતાનું કૌશલ્ય બતાવ્યું હશે, બીજું તે શું હશે?” - “આપની વૃત્તિ જ જ્યારે આકર્ષાય છે તે પેટ ભરીને - એક વાર.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy