SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) મહાવીર અને શ્રેણિક. પ્રાણનાથ! પૂરા છે કે અધૂરા એ તે સમયે જણાશે. કંઈ વાતે કરવામાં દિ વળી જતા નથી. જ્યારે કટીથી કસવામાં આવે છે ત્યારે પૂરા-અધુરાની તે ખાત્રી થાય છે.” “ “તે તારું કથન વ્યાજબી છે. જ્યારે તને ખાત્રી થાય ત્યારે તે તું માનીશને?” રાજાએ કહ્યું “જરૂર, શા માટે નહિ? ખાત્રી થતાં તે સર્વ કેઈને માનવું પડે છે સ્વામી!” - “તે હું તને તેની ખાત્રી કરાવી આપીશ. અરે ! એ સર્વજ્ઞ તે એવા સમર્થ છે કે રોજ દેવતાઓના સ્વામી. ઇંદ્રને ઉપદેશ કરવાને આ બાસ્ક્રાચાર્ય સ્વર્ગમાં જાય છે.” એ.મ, ત્યારે તે તમારા બૌદ્ધાચાર્ય બહુ જ જબરા ! ઇદ્રને ઉપદેશ કરનારા કંઇ જેવા તેવા શક્તિવાળા હાય નહિ.” વ્યંગથી ચેલ્લણા બેલી. નહિ જ! તેથી જ હું તને કહું છું કે આ ઉત્તમ માનવ જન્મ પામીને આવી ધર્મ કરવાની જોગવાઈ છતાં તું કેમ ભૂલી જાય છે? ખુદ બુદ્ધ ભગવાને પણ તને યાદ કરી છે.” બુદ્ધ ભગવાનને યાદ કરવાનું કારણ કાંઈ?” રાણુએ પૂછયું. - “કારણ શું વળી? કઈ રીતે તું સત્ય ધર્મનું પાલન કરે, અમારા બુદ્ધ ભગવાનના ઉપદેશનું પાન કરે, બુદ્ધ ભગવાનની શિષ્યા બને!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy