SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ રાણી દુર્ગાવતી અને મધ્યભારત ૮૩ જોઇને નિરાશ ખરેલા મુસાફ્ર આશ્રયની શોધમાં આકુળ-વ્યાકુળપણે રખડે, તેમ રાણીનુ સૈન્ય પણ વ્યાકુળપણે યુદ્ધાંગણમાંથી નાસવા લાગ્યું. કુમારની પાછળ જવાનું બહાનું કહાડી અનેક સૈનિકા યુદ્ધમાંથી પાછા ફરવા લાગ્યા. જાણે કે તે એકમાત્ર રાજપુત્રના સગની ખાતરજ યુદ્ધમાં આવ્યા હાય ને ! તે રાજકુમારનુ અહાનું કાઢી પેાતાના પ્રાણ બચાવવાની વ્યાકુળતામાં નાસવા લાગ્યા. સ્વદેશરક્ષાનું જે પવિત્ર કા` સાધવા તેઓ યુદ્ધમાં આવ્યા હતા તે પવિત્ર ઉદ્દેશ વિસરી ગયા ! સ્વાધીનતાની રક્ષા, રાજપૂત ગૌરવની રક્ષા આદિ પવિત્ર ભાવનાએ તેમના અંતઃકરણમાંથી પલાયન થઇ ગઇ ! હાય ! અણીના સમયે ઉક્ત કલ્યાણુપ્રદ ભાવના આ ભારતવાસીઓના અંતઃકરણમાં ટકી નહિ, એજ આ દેશનું દુર્ભાગ્ય ! યથાસમયે કેવળ પવિત્ર ઉદ્દેશની સિદ્ધિ અર્થે તે કાર્ય કરવા અહાર આવતા નહિ, એજ આ દેશનુ દુધૈવ ! છેવટે હવે રાણીની પાસે માત્ર ૩૦૦ સૈનિકેાજ રહ્યા. આમ થવા છતાં રાણી એટલું ક્ષુદ્ર સૈન્યદળ લઇને પણ શત્રુસાગરનું મંથન કરવા લાગી. રાણી આ વેળા હાથીની પીઠ ઉપર વિરાજી હતી. મોગલેાએ રાણીનુ લક્ષ સાંધી શરદૃષ્ટિ કરવા માંડી. એક મુદ્દતમાંજ એક તીક્ષ્ણ ચર દુર્ગાવતી દેવીની આંખમાં એકાએક આવીને ખેંચી ગયુ* ! આંખમાંથી રુધિરની ધારા વહેવા લાગી; પરંતુ તે પ્રતિ લક્ષ નહિ આપતાં રાણીએ પોતે પોતાના હાથવર્ડ એ તીક્ષ્ણ શર ખેંચી કાઢવાને પ્રયત્ન કર્યાં. આંખમાં ભેદાયેલું શર ખહાર તેા નીકળ્યુ, પણુ તેના કેટલાક ભાગ આંખમાં રહી ગયા, તે ક્રમે કરતાં બહાર નીકળી શકયા નહિ. એટલામાં એક બીજી ખાણુ પણ સુસવાટા મારતું રાણીની પાસે આવ્યું અને તેના ગળામાં પેસી ગયું' ! આ ખાણ પણુ તેણીએ સ્વહસ્તે ખેંચી કાઢયુ' ! પરંતુ આ ઉપરાઉપરિ શરપ્રહારાથી તેણીના સમસ્ત અંગમાં એવી તા સખત વેદના થવા લાગી કે હવે તે હાથીના હાદ્દાપર વધારે વાર બેસી નિહ શકવાથી ઢાદ્દામાંજ ઢળી ગઇ. એક સાહસિક સશસ્ત્ર સૈનિક જે રાણી દુર્ગાવતીના હાથીના માવત હતા, તેણે વિનયપૂર્વક રાણીને જણાવ્યું કેઃ– “ હવે જયની લેશ પણુ આશા નથી, ચાતરફથી આપણું સૈન્ય નાસી છૂટયું છે; માટે આપ આજ્ઞા આપે। તા પવનવેગે આ હાથીની સાથે આપને નિર્ભયસ્થાને પહેાંચાડી દઉં. '' રાણીએ અતિ તિરસ્કારપૂર્વક સૈનિકની વિનતિના અસ્વીકાર કરતાં જણાવ્યુ` કે: “અલખત્ત, આપણે યુદ્ધમાં પરાજિત થયા છીએ, પરંતુ શું ગૈારવમાં પણ પરાજિત થયા છીએ ? અહિંથી નાસી છૂટીને ગણ્યાંગાંઠયાં વર્ષે નિંદનીય અવસ્થામાં પસાર કરવા કરતાં સન્માનપૂર્વક દેહ-પ્રાણના ત્યાગ કરવા એજ શું વિશેષ ઇચ્છવાયાગ્ય નથી ? ગૈારવરૂપી જે મહાન વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે આટલા ભાગ આપ્યા છે, તે વસ્તુ આમ સ્વેચ્છાપૂર્વક નષ્ટ કરવા તૈયાર થવું એ શું મૂર્ખતા નથી ? મેં તારા ઉપર જો અત્યાર પૂર્વે કષ્ઠિ પશુ ઉપકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy