SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ રાણી દુર્ગાવતી અને મધ્યભારત સહાય આપવા બહાર પણ આવ્યો નહિ. પ્રતિદિન રાણીનું નૂતન સૈન્ય ધીમે ધીમે આવવા લાગ્યું. રાણી પતે પિતાના સૈનિકોને નિર્જન અરણ્યમાં એવી રીતે ગોઠવવા લાગી કે શત્રુપક્ષ કોઈ પણ રીતે પિતાના સૈન્યની સંખ્યા સંબંધે ક્રિયા સૈન્યની હીલચાલ સંબંધે કશે પણ નિર્ણય કરી શકે નહિ. આસફખાએ રાણી દુર્ગાવતી પાસે કેટલું સૈન્ય છે, તથા એ સૈન્ય કયાં આગળ શું કરે છે તે સંબંધી તપાસ કરવાને ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહિ. ફિરિસ્તાએ લખ્યું છે કે-“રાણી બખ્તર પહેરીને, હાથમાં તીણ ધારવાળી તલવાર પકડીને, શરાસનવડે સુસજજીત થઈને અને હાથીની પીઠ પર આરોહણ કરીને શત્રુના સૈન્યનો સંહાર કરવા આગળ વધી.”રાણીના સૈનિકે રાણીનું પ્રત્યક્ષ દષ્ટાંત નિરખી, રાણુના જેટલાજ પરાક્રમ, વીરત્વ તથા ઉત્સાહથી શત્રુને નાશ કરવા તૈયાર થાય એમાં આશ્ચર્ય નથી. આ વેળા રાણીને પ્રત્યેક સૈનિક ઉત્સાહથી ઉતાવળા થઈ, વીરમદથી ઉન્મત્ત બની, શત્રુને સંહાર કરવાની ભીષણ પ્રતિજ્ઞા કરી, વિપક્ષની સેનાપ્રતિ દોડવા લાગ્યા. રાણીએ હાથીની પીઠ ઉપરથી સૈનિકોની ઉતાવળ જઈ પિતાની સેનાને જણાવ્યું કે આમ ઉતાવળ કરવી એ ઉચિત નથી. ત્યારબાદ તેણીએ સૈનિકોને એક શ્રેણીમાં ગોઠવાઈ જવાને હુકમ કર્યો. સૈનિકે શ્રેણીબદ્ધ થયા એટલે રાણી પોતે, પોતાની સેનાને સાથે લઇ મોગલ સેના ઉપર પરાક્રમપૂર્વક તૂટી પડી. બન્ને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મોગલ સેનાની મગદૂર શી કે તે રાણીના સૈન્યની સામે ટકી શકે કે તેના પંજામાંથી સહીસલામત છટકી પણ શકે? સાક્ષાત શકિતમયી દેવી સ્વરૂપે જ આજે તે રણક્ષેત્રમાં ઉપસ્થિત થઈ છે ! સ્વદેશરક્ષણાર્થે આત્માની આહુતિ આપવા તે તૈયાર થઈને ઉભી રહી છે ! રાણીની પ્રિય સેના રાણીને સંતોષ આપવા માટે પિતાથી બની શકે તેટલું વીરત્વ દર્શાવવા લાગી. જન્મભૂમિના નામે, સ્વતંત્રતાના નામે આત્મભોગ આપવાની પ્રબળ પ્રેરણા રાણી દુર્ગાવતી સર્વ સૈનિકની મધ્યમાં રહીને વારંવાર કરવા લાગી. કેઈપણ સૈનિકને ઉત્સાહ શિથિલ ન થઈ જાય, એક પણ સૈનિક પિતાનું કર્તવ્ય બજાવવામાં ઢી ન પડી જાય તે માટે તેની મધ્યમાં ઉભી ઉભી ઉત્સાહ આપવા લાગી. સંધ્યાકાળના ઘનઘોર વાદળમાં અહીંતહીં વિજળી ચમકીને અદશ્ય થઈ જાય, તેવી રીતે રાણી દુર્ગાવતી પણ સૈનિકાની મધ્યમાં ઉત્સાહ અને નવચેતન પ્રેરિતી, વિજળીની માફક સર્વત્ર ફરવા લાગી. વિજળીની છટા જેવું રાણીનું અને તેની સેનાનું વીરત્વ જોઈ મેગલસેના તે છેક અંજાઈ જ ગઈ! માત્ર પ્રેરણું આપીને બેસી નહિ રહેતાં રાણી પોતે પણ શત્રુને સંહાર કેવી રીતે કરી શકાય તેનું દષ્ટાંત પિતાના કર્તવ્યવડે સ્વપક્ષને દર્શાવવા લાગી. રાણીના આવા પ્રત્યક્ષ વીરત્વથી ઉત્સાહી બનેલી રાજપૂત સેના ભયંકર પરાક્રમ દર્શાવતી મોગલ સૈનિકેને નાશ કરવા લાગી. પવA નો સખ્ત આઘાત લાગતાં ઘનઘોર વાદળ જેમ છિન્નભિન્ન થઈ જાય છે, તેમ Shree Sudhiarniaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy