SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સમ્રાટ અકબર "" સામે વાંધા ઉઠાવતાં ખેલ્યા કૅ:- “ ચૂરાપવાસી કઇ એવા મૂર્ખ નથી કે તેઓ વિનાવિચારે તમાકુની પ્રશંસા કરે. તે સંપૂર્ણ પરીક્ષા કર્યા પછીજ તેના વ્યવહાર કરે છે. તેમનામાં પણ જ્ઞાની મનુષ્યા છે. તમે પાતે જ્યાંસુધી એની પરીક્ષા ન કરો ત્યાંસુધી તેની વિરુદ્ધમાં અભિપ્રાય માપવાના તમને શ હક્ક છે? અમુક વસ્તુ સારી છે કે નરસી છે, તેના નિયતેનું નિરીક્ષણ કર્યો પછીજ કરવા જોઈએ. અન્ય એક ચિકિત્સકે ઉત્તર આપ્યા ક્રેઃ- “ અમે યૂરાપ વાસીઓનું અનુકરણ કરવા પૃચ્છતા નથી. અમારા દેશના પ્રાચીન પૂ` પુરુષોએ જે વસ્તુના વ્યવહાર કરવાની અનુમતિ આપી નથી તે વસ્તુને વ્યવહાર કરવાની અમે કાઇ પણ રીતે સંમતિ આપી શકતા નથી. ” આસાદે કહ્યું કે;-“ તમારા સિદ્ધાંત બહુજ વિચિત્ર છે. પ્રત્યેક આચાર-વિચાર એક કાળે સ ંપૂર્ણ નવીન હતા, અથવા નવીન દ્વાવા જોઈએ, એમ શુ આપ નથી માનતા ? સમસ્ત આચારા ધીમે ધીમેજ એક પછી એક પ્રવર્તિત થયા છે. વસ્તુની પ્રાચીનતા કે નવીનતા સખ્ખુંધે તકરાર નહિ કરતાં વસ્તુના ગુણો તથા અવગુણી જોઇનેજ તેના વ્યવહાર કરવા, એવા ડાહ્યા પુરુષોના મત ઢાય છે. પૂર્વે સેના નામનાં મૂળીયાંઓની લેાકેાને બિલકુલ ખબર નહાતી; પણ અત્યારે લોકા તેના ગુણા જાણ્યા પછી ઔષધમાં કેટલા બધા ઉપયાગ કરે છે ? ” સમ્રાટ અક્બરે આ ચર્ચા શાંતપણે સાંભળી. છેવટે પોતાના સતાષ દર્શાવ્યા અને કહ્યું કેઃ વસ્તુતઃ મને એમ લાગે છે કે અન્ય દેશના સુન્ન વિદ્વાનેાએ પરીક્ષા કરીને જે વાત સ્વીકારી હોય તે વાત આપણા શાસ્ત્રમાં કે પુસ્તકમાં નથી માટેજ તેના ત્યાગ કરવા, એ તેા ઉચિત નથી. આપણે જો પ્રત્યેક નવીન વસ્તુપ્રત્યે તિરસ્કારની દૃષ્ટિથી જોઈએ તે પછી આપણે આપણી ઉન્નતિ સાધવાને કેવી રીતે શક્તિમાન થઇ શકીએ ? ” આસાદ વિજાપુરમાંથી તમાકુના મોટા જથ્થા પેાતાની સાથે લાવ્યેા હતા. તેણે તે તમાકુ રાજ્યના અમીર-ઉમરાવાને ભેટરૂપે છૂટથી વહેંચી દીધી. તેજ દિવસથી રાજધાનીમાં તમાકુના પ્રચાર થયા, પ્રત્યેક અમીર–ઉમરાવે ડેસથી તમાકુ પીવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આ તમાકુના પ્રચાર એટલા બધા વધી પડયા કે વિ±ëાપારીએ દક્ષિણ પ્રદેશમાંથી તમાકુના મોટા જથ્થા ખરીદ કરવા લાગ્યા અને દિલ્હી તથા આગ્રામાં તેના ધમાકાર વ્યાપાર ચલાવવા લાગ્યા. આ પ્રમાણે જે કે પ્રજાને મોટા ભાગ તમાકુના વ્યસનમાં ધીમે ધીમે ડૂબતા જતા હતા; પરંતુ સમ્રાટ અક ખરે તેા ઉક્ત સભા પછી એકવાર પણ ધૂમ્રપાન કર્યું નહોતું. "L આ પ્રમાણે સમ્રાટ અકબર પેાતાના અમાત્ય અને સગાં—સંબંધીઓના ખળવાઓને દાબી દઇ મહા બળવાન થતા ચાલી મધ્યાહ્નકાળના સૂર્યની પેઠે પોતાનુ શાસનતેજ ચેાતરા વિસ્તારવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy