SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર તે પ્રદેશ, તે નગરી અને તે સિંહાસન, પડાણરાજ બાજબહાદુરે જોત-જોતામાં -રમતની પેઠે કબજે કરી લીધું હતું. અકબરના સેનાપતિ આદમે, ઉકત પઠાણ રાજને પરાજિત કરી ત્યાંથી હાંકી કહાડે અને તેનું રાજય તથા ધનસંપત્તિ સર્વ પિતાના કબજામાં લીધું. પઠાણ રાજાને એક રૂપવતી નામે રાણી હતી, તેના રૂપલાવણ્યમાં આદમ મુગ્ધ થશે. આ રાણુ જેવી રૂપવતી હતી તેવીજ ગુણવતી, તેવીજ કવિ અને સંગીતનિપુણ હતી. કેઈ ઇતિહાસલેખક એમ પણ જણાવે છે કે તેણીના જેવી રૂપલાવણ્યસંપન્ન તથા ગુણવતી રમણી તે પ્રદેશમાં બીજી એક પણ નહતી. અગ્નિની શોભા જોઈને પતંગ દેહનું ભાન ભૂલી જાય છે તેવી જ રીતે આદમ આ રમણનું રૂ૫-લાવણ્ય જોઈને દિડમૂઢ બની ગયે. આદમના હાથમાંથી છટકવાન હવે એક પણ ઈલાજ નથી એમ વિચારી, તે રમણીએ અન્ય સમયે પધારવાની આદમને વિનતિ કરી. આદમે તે વિનતિને માન આપ્યું. નિર્દિષ્ટ સમયે આદમ રૂપવતી પાસે હાજર થયો. તેણે જોયું તે તે વખતે રાણી રૂપવતી સર્વોત્તમ વરો તથા અલંકારો પહેરી સમસ્ત અંગ ઉપર સુખડનું લેપન કરી પિતાના રૂપ-સૈદયમાં સેકગણી વૃદ્ધિ કરતી, તાજા ખીલેલા મનહર કમળની માફક પિતાની શય્યા ઉપર શાંતભાવે સૂતી હતી. આદમે તેને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે કેમે કરતાં ઉઠી નહિ. તપાસ કરતાં જણાવ્યું કે તે આદમના આગમન પહેલાં જ વિષપાન કરી, ક્યારનીએ અમરધામમાં પહોંચી ચૂકી હતી. સુખમય જીવનને તિલાંજલિ આપી સતી નારીઓ કેવી રીતે પોતાનું સતીત્વ જાળવી રાખે છે, તેનું દષ્ટાંત બેસાડવા રૂપવતી આત્મહત્યા કરી સદાને માટે મુક્ત થઈ ચૂકી હતી. એક અબળાના શાપમાંથી આદમ પોતાની આત્મરક્ષા કરી શકો નહિ, સતી નારીઓને નિષ્કારણ પજવવાથી જે પરિણામ આવે તેજ પરિણામ આદમ સંબંધે પણ આવ્યું. આદમની દુષ્ટ પ્રવૃત્તિએ એક અન્ય દુબુદ્ધિને જન્મ આપે; અર્થાત તેને માળવા પ્રદેશની રાજધાનીમાંથી જે રત્નભંડાર મળી આવ્યું હતું, તેને પોતેજ ઉપભોગ કરવાને તેણે નિર્ણય કર્યો અને એક સ્વતંત્ર રાજાની માફક રાજ્યશાસન ચલાવવા માંડયું. સમ્રાટ અકબર આવા સરદારોથી એકદમ છેતરાઈ જાય તેમ નહોતું. અકબરને જેવા સમાચાર મળ્યા કે આદમ ઉજજયિનીનો સ્વતંત્ર રાજા બની બેઠે છે કે તુરતજ તે આદમની પાસે ગયો અને તેને ત્યાંથી દૂર કરી આગ્રા ખાતે મોકલી દીધા. આદમ આથી ગુસ્સે થયો હતો. તેને લાગ્યું કે મને આવી રીતે દૂર કરવામાં આ વૃહ મંત્રી જ મુખ્ય કારણભૂત છે, તેથી તે એક રાત્રે વૃદ્ધ મંત્રીના મહેલમાં ગયો અને તે રાજમાસાદમાં જ તેનું ખૂન કર્યું. a 9 મંત્રીનું ખૂન થતા જ આંગણામાં શેરબકાર થઈ રહ્યો, જે સાંભળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy