SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં નવયુગ પહે જેવા નમ્ર લેખકેાને માટે નિષેધ નથી, અમે અમારા વાયકાને માટે એ અતઃપુરનું વર્ણન આ સ્થળે આપીએ છીએ. અંતઃપુર સ્મૃતિ સ્વચ્છ છે. ધૂપની ગંધથી ચારે દિશા આમેાદિત થઇ રહી છે. વિવિધ વર્ષોંનાં સુંદર અને સુગધી કુસુમા વૃક્ષે વૃક્ષે તથા વેલીએ વેલીએ ઝુલી રહ્યાં છે. પ્રત્યેક ઓરડામાં કુસુમની માળા, કુસુમના ગેાટા તથા કુસુમના ઢગલા યથાસ્થાને ગે!ઠવવામાં આવ્યા છે. ખીજા પણ અનેક જાતના સુંદર પદાર્થો, અનેક પ્રકારનાં સુગ ંધી દ્રવ્યો વિધિષ્ઠદ્ધભાવે ગૃહોભામાં અપૂર્વ વૃદ્ધિ કરી રહ્યાં છે. સમ્રાટને પેાતાને વિવિધ સુંદર સુગંધી' દ્રવ્યોના અહુ શોખ હતા. સુગંધી દ્રવ્યા ઉત્પન્ન કરનાર કારીગરોને તે ખાસ ઉત્તેજન આપતા. અકબર પોતે પણ અનેક પ્રશ્નારનાં સુગંધી અત્તરી તૈયાર કરવાની કળા જાણુતા હતા. વિવિધ સુંદર પક્ષીએ પાંજરામાં વિરાજી ગૃહને અલંકૃત કરી રહ્યાં છે. સમ્રાટ આજે પ્રિયતમા મહિષી જોધબાઈના ભવનમાં આહાર કરવાના છે. આહારમાં લેવાની વસ્તુઓ અંતઃપુરની હાર એક ખાસ મકાનમાં તૈયાર કરવામાં આવતી. રસેાડા–વિભાગમાં એક ખાસ વિશ્વાસુ અમાત્યની સંમ્રાટ પાતે નિમણુક કરતા, તે અમાત્ય આહાર તૈયાર કર્યાં. પછી એકે એક વસ્તુની પાતે ખાષ્ઠને પરીક્ષા કરતા અને ત્યારપછી એ વસ્તુઓને સાના–રૂપાના થાળમાં મૂકી, ઉપર રાતુ વસ્ત્ર આચ્છાદન કરી અને તેની ઉપર પોતાની સીલવાળી મહેાર મારી અંતઃપુરમાં સમ્રાટની પાસે મોકલી દેતા. આહારનાં દ્રવ્યાની સાથે એક સૂચિપત્ર પશુ લખેલુ` રહેતુ. આજે તેજ નિયમને અનુસરી ખાદ્ય સામગ્રી હાજર થઈ ગઇ છે. સમ્રાટની સન્મુખ ઉક્ત પાત્રા ખુલ્લાં મૂકવામાં આવ્યાં. પ્રથમ અંતઃપુરની દાસીઓએ તેમાંના પ્રત્યેક પદાર્થ ચાખી જોયા. આ હારમાં કાએ એર ભેળવ્યુ' છે કે નહિ તેની સેાટી કરવા નિત્ય આ પ્રમાણે ૫રીક્ષા કરાવવામાં આવતી. ત્યાર બાદ સમ્રાટે ભાજનના આર્ભ કર્યાં. જોધબાઇના આનની આજે સીમા નહાતી. તેણી પણ બહુજ ઉત્સાહ અને આનંદપૂર્વક અક અરના પાત્રમાં ખાદ્ય સામગ્રી પીરસવા લાગી. જમતાં જમતાં અક્બર અને રાણી જેધખાઇ વચ્ચે અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી. તે રાજા-રાણી આજે પરમ આનંદ અને શાંતિમાં હાય એમ સ્પષ્ટ જણાઈ આવતું હતું. સમ્રાટની ખાતર નિત્ય બહુ કિંમતી આહાર-સામગ્રી તૈયાર થતી, એમ કહેવાની જરૂર નથી. આહાર કર્યા પછી અકબરે કેટલાંક મિષ્ટ ક્ળે!નું ભક્ષણ કર્યું, તેને વિવિધ કળાના એટલા બધે શાખ હતી કે તે ખાસ કાબૂલ, કાશ્મીર અને ભારતના વિવિધ ભાગામાંથી સુસ્વાદુ કળા મગાવ્યા કરતે. ફળાહાર પછી ખરફના જેવુ' ગંગાજળનુ પાન કરી આહારવિધિ સંપૂર્ણ કરી. અકબર બહુ મિતાહારી હતા. ક્ષુધા હાય તે કરતાં તે આખુંજ જમતા અને તે પણ રાત અને દિવસમાં થઈને માત્ર એકજ વાર. આહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઘેાડીવાર વિશ્રામ કરવાની તેને ટેવ હતી, તેથી તે શયનગૃહ તરફ કર્યો બાદ www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy