SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં નવયુગ ૫૭ સમ્રાટનાં દર્શન કરવા સર્વ કેાઈ પિતાનાં ચક્ષુઓને આમતેમ ફેરવી રહ્યા છે. સર્વ કોઈ સમ્રાટના આગમનનીજ ઉત્કંઠા ધરતા બેઠા છે. એવામાં નકીબે મોટા સાદે ઘણું કરી. સભામાં બેઠેલા સજજને સમજી ગયા કે હવે સમ્રાટને પધારવામાં વિલંબ નથી. સઘળા માનપૂર્વક પિતા પોતાના સ્થાને ઉભા થયા. એક ક્ષણ પૂર્વે જે સ્થળ શબ્દમય જણાતું હતું તે સ્થળ હવે તદ્દન નીરવ બની ગયું. સમ્રાટ સિંહાસનવાળી વેદિકાના પાછલા ભાગ પાસેના ઉચ્ચ દ્વાર આગળ હાજર થયા. પૂર્વાકાશમાં પૂર્ણચંદ્રને ઉદય થયો હોય તેમ સભાગૃહમાં પ્રકાશના તરંગો વિસ્તર્યો. અકબર પ્રતિદિન પ્રાતઃકાળે સ્નાન કરીને ઈશ્વરે પાસના, સૂર્યની આરાધના તથા સહસ્ત્રનામને પાઠ કરીને દરબારગૃહમાં હાજર થા. તેણે મૃદુ હાસ્યપૂર્વક સર્વ સભાજનનું નમન બહુ માનપૂર્વક સ્વીકારીને તથા સામું નમન કરીને સર્વને પોતાના સ્થાને બેસવાની અનુમતિ આપી. પછી પિતે યોગાસન વાળી સિંહાસન ઉપર વિરાજમાન થયા. સમ્રાટને ઉજજવળ શ્યામ વર્ણ, પ્રતિભાથી પ્રકાશતાં ચક્ષુઓ, કાળી ભ્રમર, પ્રશસ્ત લલાટ, હાસ્યવિકસિત જ્યોતિર્યકત વદનમંડળ, એ સર્વ નિરખીને સઘળા સભાસ ક્ષણવાર મુગ્ધ થયા. મસ્તકે બ્રાહ્મણત્વ અને રાજત્વ સૂચવનારો મુકુટ, લલાટમાં ચંદનતિલક, અને દાઢી વગરનું હિંદુત્વસૂયક વદન જોઈ અનેક નૂતનપ્રેક્ષકે આશ્ચર્ય પણુ પામ્યા. ગુણના સમુદ્ર શ્રી રામચંદ્રના જેવા આકબરના પણ મેટા બહુ જઇને સામુદ્રિક ( રેખા ઉપરથી મનુષ્યનું ભવિષ્ય કથનારાઓ ) મનમાં ને મનમાં સમ્રાટની સ્તુતિ કરવા લાગ્યા. એવું સુવિશાળ વક્ષસ્થળ, વીરત્વસૂચક શરીર અને મધુર હાસ્ય પૂર્વે કેઈએ કઈ સમ્રાટમાં જોયું નહોતું. અકબરે આડંબરવિહીન સાદે પોષાક પહેર્યો હતે. બનતાં સુધી તે ઘણુજ સાદાં વસ્ત્રોને ઉપયોગ કરતે. તેના અંગ ઉપર સ્વચ્છ ત રેશમનું એક અંગરખું હતું, જેના ઉપર સ્થાને સ્થાને સુવર્ણની ઝથી રચેલી મક્ષિકાઓ પ્રતીત થતી હતી. જાણે કે પરાગમાં મુધ બનેલા ભ્રમર અકબરરૂપી કમળ ઉપર આશ્રય લેતા હોય અને અંગરખા ઉપર મૂકી રહેલી કંઠમાંની મોટી મુક્તામાળા પણ જાણે અંધકારની ખદ્યોતમાળાની મશ્કરી કરતી હેયની! એ ભાસ થાય છે. જમણા હાથની અનામિકા ઉપર આવી રહેલી હીરાની વીંટી પણ ઉજજવળ જ્યોતિ પ્રસારી રહી છે ! સમ્રાટે સ્વાભાવિક મધુર સ્વરે હાજર થયેલા સઘળા સભાસદોને આવકાર આપે અને જેઓ આ રાજસભામાં પ્રેક્ષકતરીકે પ્રથમ જ આવ્યા હતા, તેમની સાથે વાર્તાલાપનો આરંભ કર્યો. સમ્રાટે નૂતન વ્યકિતઓને “તમારા દેશમાં કેવી રીતિ-નાતિ છે, રાજ્યશાસન પદ્ધતિ કેવા પ્રકારની છેવગેરે પ્રકારના પ્રશ્નો સરળભાવે પૂછ્યા. નવા નવા દેશોની રીતિ-નીતિ જાણવી અને બિન ભિન્ન દેશની રહેણી-કહેણીથી પરિચિત થવું, તે અકબરને નિત્ય મુખ્ય અભ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy