SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સમ્રાટ અક્બર ત્વ કે પરાક્રમ જોવાના લાભ મળતા નથી. શું તમારા પૂના વીરપુરુષોના વશે નિર્મૂળ થઈ ગયા છે? તમારી વીરભૂમિ શુ અત્યારે રકભૂમિ થઇ ગઇ છે ? ” કુરુક્ષેત્રને શું ઉત્તર આપવા, એ હજી પણ અમે નક્કી કરી શક્યા નથી. સમ્રાટે પોતાની જનની તથા દાસદાસી વગેરેને હવે કાબૂલથી ખેાલાવી લીધાં. અકમ્મરની માતા બહુ તીક્ષ્ણ બુદ્ધિવાળા તથા સ્નેહાળ હતી. અકબરે પેાતાની માતાની આજ્ઞાનું ઉલ્લંધન કર્યું ન હતું. વસ્તુતઃ માતાપ્રત્યે તેની અત્યંત શ્રદ્ધા તથા ભક્તિ હતી. હવે તેઓ સધળાં દિલ્હીના મનેાહર રાજપ્રાસાદમાં સુખ-શાંતિ તથા સન્માનપૂર્વક રહેવા લાગ્યાં. t tr '' સિક ંદર સૂર પરાજિત થયા અને પંજાબ દેશ મેગલ સામ્રાજ્યમાં ભળી ગયા. મોગલ સામ્રાજ્યનેા સમ્રાટ અકબર હતે,છતાં બહેરામખાં તેના મુરખ્ખીતરીકે રાજ્યની સઘળી વ્યવસ્થા કરતા, એમ કહેવાની જરૂર નથી. ખહેરામખાં સ્વભાવે બહુ ઉદ્ધૃત, વાણીના કર્કશ, હૃદયના નિષ્ઠુર તથા પાપથી કલંકિત ચરિત્રવાળા હતા. તે પોતાની ઇચ્છામાં આવેતે પ્રમાણે રાજ્ય ચલાવવા લાગ્યા. તેના સ્વેચ્છાચારથી રાજ્યના અનેક અમલદારો પણ હવે ગળા સુધી આવી ગયા હતા. સમ્રાટ અકબર એક દિવસે હાથીઓનુ યુદ્ધ જોતા હતા, તેવામાં તેમાંના એક ગાંડા હાથી પરાજિત થઇને અકસ્માત્ બહેરામખાંની છાવણી તરફ ધસી ગયા ! આ ગાંડા હાથીએ અનેક તખ઼ુએ પાડી નાખવાથી ખહેરામખાંતે બહુ ક્રોધ ચડયા. તેણે કલ્પના કરી ફ્રે‘ મને મારી નખાવવા માટેજ કારે આ બધું કાવતરું રચ્યું છે." સમ્રાટે પોતે અહેરામખાંતે કહ્યું કે, “ હાથીને કાંઇ ઇરાદાપૂર્ણાંક તેમની છાવણી તરફ મોકલવામાં આન્યા નહાતા. માવતે ધણા પ્રયત્ન કર્યા છતાં તે કાથુમાં આવી શકયા નહિ. ' આ ખુલાસા મહેરામખાંને બિલકુલ સતાષપ્રદ થયા નહિ. ત્યારથી તે અભર ઉપર મનમાં ને મનમાં ગુસ્સે રહેવા લાગ્યા અને વાત વાતમાં અકબરને તિરસ્કાર કરવા લાગ્યા. બહેરામખાં એકવાર યમુનાના જળપ્રવાહમાં વિહાર કરતા હતા, તેવામાંજ રાજ્યના એક મદેાન્મત્ત હાથી યમુનામાં પડયા. માવતના અસાધારણુ પરિશ્રમથી તે હાથી કામુમાં આવ્યા અને એ રીતે બહેરામખાંમા જીવં મૃત્યુના પંજામાંથી બચી ગયા; પરંતુ આથી તે એટલા બધા ઉશ્કેરાઇ ગયા કે તેણે તેના પ્રાણુરક્ષક–માવતના શિચ્છેદ કરવાની તુરતજ આજ્ઞા ફરમાવી દીધી. તેવીજ રીતે રાજ્યના એક માનીતા અમાત્યને પણ તેણે સમ્રાટની અનુમતિ લીધા સિવાય વધ કરાવ્યા. બીજા એક અતિ ઉચ્ચ હાદ્દાના અમલદારને તેણે વિના અપરાધે મકકામાં મેકલી આપવાના હુકમ કર્યાં. મતલબ કે સમ્રાટ અકબર જે જે વ્યક્તિને ચાહતા, તે તે વ્યક્તિને, અહેરામખાં ધીમે ધીમે કાંઇ ને કંઇ બહાનુ કહાડી દેશપાર કે સ્થળફેર કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. અમ્મરના વિશ્વાસુ * યૂરાપના વર્તમાન મહાયુદ્ધે એના સાચા ઉત્તર આપી દીધા છે. સપાદક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy