SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બહેરામખાં અને અબ્દુલ રહીમ બહેરામખાંને માર્ગ હવે નિષ્કટક થયું. તેણે દશ હજાર સૈનિકોની સાથે અલીલીખાને હેમુની વિરુદ્ધ લડવા મોકલ્યો. હેમુનું સૈન્ય પણ તેજ તરફ આવી રહ્યું હતું. હેમુના સૈન્યને અગ્ર ભાગ કુરુક્ષેત્રના સુપ્રસિદ્ધ રણગિણમાં, અલીકુલીખાના સૈન્યના પંજામાં અચાનક સપડાઈ ગયે. અલકુલીખાએ વધારે વિલંબ નહિ કરતાં હેમુની સમસ્ત તે પડાવી લીધી. એટલામાં સમ્રાટ્ર તથા બહેરામખાની મદદ પણ આવી પહોંચી. હેમુની પાસે કાંઈ સૈન્યસંખ્યા ન્યૂન નહેતી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હેમુની પાસે તપનું બળ જેવું જોઈએ તેવું રહ્યું નહોતું, તેથી તેણે પોતાના સૈન્યને મેખરે મટી ગજસેના અર્થાત્ હાથીઓની સેના ઉભી રાખી અને એ સેનાની સાથે તે મહાપરાક્રમપૂર્વક સામા પક્ષની સેના ઉપર તૂટી પડે. મોગલપક્ષના અ ભયંકર ગ ણીને જોઈ, ભયથી ગભરાઈ રણાંગણમાંથી જેમ ફાવે તેમ નાસવા લાગ્યા. મેગલ સ્વાએ સામે ઉભા રહી લડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ભડકેલા અને કેમે કરતાં યથાસ્થાને ઉભા રહ્યા નહિ. આ પ્રમાણે મોગલસેનાની બંને પાંખો નષ્ટ થઈ. હેમુએ પેલી હાથીઓની સેના લઈને મોગલસૈન્યના મધ્ય ભાગમાં પ્રવેશ કર્યો. બહેરામખાં પિતે મોગલ લશ્કરની વ્યવસ્થા કરેતો લડી રહ્યો હતે. હેમુ હાથીની પીઠ ઉપર બેસી ક્ષાત્રતેજ દર્શાવી રહ્યો હતો. બહેરામખાએ હેમુ ઉપર તીક્ષણ શરવૃષ્ટિ કરવાનો મોગલ સેનાને હુકમ ફરમાવ્યો. હેમુ શરએણીથી વિંધાવા લાગે, છતાં તેની પરવા નહિ રાખતાં તેણે વીરત્વપૂર્વક યુદ્ધ ચાલુ રાખ્યું પરંતુ થોડા જ સમયમાં કમનસીબે એક બાણ હેમુની આંખમાં લાગ્યું. આંખની વેદનાને લીધે તે એકદમ હેદ્દામાં ઢળી પડે. હેમુ મોગલસેનાદ્વારા હણાયે, એવા સમાચાર તેની સેનામાં તુરતજ ફેલાઈ ગયા અને હેમુનું સૈન્ય રણક્ષેત્રમાંથી નાસવા લાગ્યું. હતભાગ્ય એશીઆની યુદ્ધપદ્ધતિ જ એવી હતી કે લશ્કરને નાયક મરાયો છે, એવી અફવા સાંભળતાંની સાથે જ સઘળું સૈન્ય યુદ્ધક્ષેત્રમાંથી નાસી જતું. પરિણામે મોગલ ફાવી ગયો. (ઈ. સ. ૧૫૫૬) જે હાથી ઉપર હેમુ બે હતું તે હાથી પણ રણસ્થળમાંથી નાસવાને પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેમાં તે સફળ થઈ શકે નહિ. હેમુ બેભાન અવસ્થામાં હાથીના હેદ્દામાં પડયો હતો. બહેરામખાંએ તેને બંદી કર્યો. અકબરે શહેનશાહ બન્યા પછી પ્રથમ જે કઈ લડાઈ જતી હોય તે તે આજ લડાઈ હતી. બહેરામખાંએ હેમુને શિરચ્છેદ કરવાની અકબર પાસેથી અનુમતિ માગી. તેણે જણાવ્યું કે મુસલમાનોને માટે, હિંદુને વધ કરવા જેવું એકે પવિત્ર કાર્ય નથી. વિધમનું મસ્તક છેદી “ધર્મવીર” જેવી મહા ગૌરવપૂર્ણ -ઉપાધિ સ્વીકારવાને અકબરને અનેક પ્રકારે તેણે ઉપદેશ આપે; એટલું જ નહિ પણ આવા વિધર્મી શત્રુને મારી નાખી ભવિષ્યને માર્ગ નિષ્કટક કરવા તેણે - અકબરને ઘણું ઘણું સમજાયે; પણ તેમાં બહેરામખાં કઈ રીતે કૃતકાર્ય થયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy