SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યકાળ અથવા પિતાનામાં જોઈએ તેટલું બાહુબળ હોવા છતાં દિહીના સિંહાસન ઉપર અધિકાર મેળવવાનું સાહસ કર્યું નહિ. સંગ્રામસિંહ બાબરની મારફતે દિલ્હીની ગાદી મેળવવાનો સંકલ્પ કર્યો. તેણે વિચાર્યું કે બાબર જેવો લૂંટફાટ કરીને સ્વદેશ તરફ પાછો વળશે કે તુરતજ હું અનાયાસે દિલ્હીનું સિંહાસન તાબે કરી લઈશ. બીજા શબ્દોમાં કહીએ તો સંગ્રામસિંહ જેવા મહારાણાએ પણ પિતાના બંધુ ઓનાં મુડદાંની નિસરણ બાબર પાસે તૈયાર કરાવીને તે વડે દિલ્હીના ઉચ્ચ સિંહાસને પહોંચવાની દુષ્ટ વાસના કરી! તેણે એવા હેતુથી બાબરની પાસે કાબૂલમાં એક દૂત મેક અને ભારતવર્ષ ઉપર હલ્લે લઈ આવવાની પ્રાર્થના કરી ! હાય ભારતવર્ષ ! તારાં સંતાને ઘણા લાંબા કાળથી પિતાની ક્ષતિ કે વૃદ્ધિને હિસાબ કરવાનું એકજ ભૂલી ગયાં છે ! મા-ભારતમાતા ! તું નહિ રડે તે જગતમાં બીજું કે રડે તેમ છે! બાબરને તે એટલુંજ જેeતું હતું, તે તો રાહ જોઇને બેઠે હો ! સંગ્રામસિંહ તરફનું આમંત્રણ મળતાંની સાથે જ તેનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. તે લખે છે કે –“ આ વખતે હું દઢ પ્રતિજ્ઞારૂપી અશ્વ ઉપર સ્વારી કરી, ઈશ્વરી નિર્ભરતાની લગામ મારા પિતાના હાથમાં રાખી, મને રથની સિદ્ધિ અર્થે ભારતવર્ષ તરફ નીકળી પડયો.” બાબરને પુત્ર હુમાયુ પણ તેની સાથે જ તે૫, બંદુક તથા અનેક સૈનિકે સાથે પાંચમીવાર ભારત ઉપર ચડી આવ્યા. કુરુક્ષેત્રમાં દિલ્હીશ્વર ઇબ્રાહીમ લેદી અને બાબર વચ્ચે ભારે યુદ્ધ થયું. છેવટે ઈબ્રાહીમ લાદીને પરાજિત કરી તથા મારીને બ બરે દિલ્હી અને આગ્રા પિતાના અધિકારમાં લીધ; એટલુંજ નહિ પણ ભારતમાં મેગલ સામ્રાજ્યની સ્થાપના કરવાના પ્રયત્નો ચાલુ કર્યા. (ઈ. સ. ૧૬૨૬) રાણા સંગ્રામસિહની મૂચ્છ હવે દૂર થઈ અને તે જે સફળતા માટે આશા રાખીને બેઠા હતા તે આશા ઉડી ગઈ ! હવે તે સ્પષ્ટપણે જોઈ શકો કે બાબર પોતે જ એક સામ્રાજ્યની સ્થાપના કરવાને કટિબદ્ધ થઈ ઉભો રહ્યો છે! સંગ્રામસિંહે કેટલાક રાજપૂત રાજાઓની સાથે મળી જઈને બાબરની સાથે લડવાની તૈયારી કરી. મેગલે અને રાજપૂત વચ્ચે, ફતેહપુર-સીક્રી પાસે ભયંકર યુદ્ધ થયું. સંગ્રામસિંહે ઉપરાઉપરિ બે મહાન મેગલ સેનાઓને નાશ કર્યો અને બાબર પરાજિત થઈ રણક્ષેત્રમાંથી નાસી ગયે; પરંતુ સંગ્રામસિંહે ભયથી વિહવળ બનેલી અને નાસી જતી મોગલ સેનાને પીછો પકડયે નહિ; અર્થાત બાબરને અને તેના લશ્કરને નાસી જતું જેવા છતાં સંગ્રામસિંહ તેમની પાછળ ધસ્યો નહિ. આ તરફ હિંદુઓના પરાક્રમને સ્વાનુભાવ મેળવી બાબર એટલે બધે શંકિત થશે કે તેણે લાંચની લાલચ આપી, સંગ્રામસિંહના પક્ષકારોને વશીભૂત કરવા સિવાય અન્ય એક માર્ગ નથી એમ ધારી, સામા પક્ષને પિતાના પક્ષમાં ભેળવવાને Shree Sudhari Hash Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy