SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સમ્રાટ અકબર ઉપદેશ આપી રહ્યો હતો કે –“ભક્તિ અને વિશ્વાસપૂર્વક ગમે તે ધર્મનું પાલન કરવામાં આવે તે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થયા વિના રહે નહિ.” આ વાતની સમ્રાટને ખબર પડી કે તુરતજ તે બ્રાહ્મણને રાજસભામાં હાજર કરવામાં આવ્યો અને તેને તિરસ્કાર તથા અપમાન કરી, પિતાને ઉદાર મત પાછી ખેંચી લેવાની આજ્ઞા ફરમાવવામાં આવી. બ્રાહ્મણ ઉપદેશક કોઈ રીતે ડગે નહિ અને પિતાના વિચારમાં દઢ રહ્યો. તે હાલના સુશિક્ષિતે કિંવા બુદ્ધિમાનના જે ડાહ્યો નહેતે કે પિતાના વિચારને વેચીને બીજાની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે; અથવા ક્ષમા માગીને કે દિલગીરી દર્શાવીને કે પિતાના આંતરિક વિચારોને પાછા ખેંચી લઈને આનંદ-સુખમાં રહેવાનું કબૂલ કરે. વિપત્તિના સાગરમાં ડૂબવા છતાં તે અતિ દઢતાપૂર્વક પિતાના સિદ્ધાંતોને વળગી રહ્યો અને તે સિદ્ધાંતનું સમર્થન કરવા લાગ્યો. છેવટે સમ્રાટ તેને શિરચ્છેદ કર્યો. પઠાણ નૃપતિઓની દશા આ પ્રમાણે જે સમયે અતિશય શેચનીય થઇ પડી હતી, તે સમયે ચિતોડના મહારાણા સંગ્રામસિહે અઢારમી વાર દીલ્હીશ્વર તથા માળવાના મુસલમાન રાજાની સામે યુદ્ધ કર્યું અને મુસલમાન સૈન્યને પરાજિત કરી, ભારતવર્ષમાંથી પઠાણશક્તિનું નામ ભૂંસી નાખ્યું. દુઃખની અંધકારમયી રાત્રિ પસાર થઈ ! રાત્રિની સાથે નિશાચર પણ અદશ્ય થયા! ભારત વર્ષની ભૂમિ ઉપર સ્વદે નૃત્ય કરતા પઠાણની રંગલીલા ખતમ થઈ ! અને તેને સ્થાને મોગલ સામ્રાજ્યનો આરંભ થયો. (ઈ. સ. ૧૫૨૬), પઠાણ પતિઓને એટલે બધે જુલમ સહન કરવા છતાં પણ હિંદુઓ એકત્ર થયાજ નહિ. એક હિંદુ રાજ્ય ઉપર મુસલમાન રાજાને ચડી આવતો જોઈ અન્ય હિંદુ રાજ્ય, જાણે કંઈ બનતું જ નથી, એમ માની બેસી રહેતાં. પ્રત્યેક હિંદુ રાજ્યને યથાશક્તિ સહાય આપવાની પ્રત્યેક હિંદુની ફરજ છે, તે તેઓ વિચારી શકયા નહિ. તૈમુરના સ્વદેશગમન પછીથી અકબરના અન્યૂટ્યપર્યત (ઈ. સ. ૧૩૯૮-૧૫૫૬) ૧૫૮ વર્ષ સુધી દીલ્હીના રાજાઓમાં શક્તિ કે યેગ્યતા જેવું બહુ રહ્યું નહોતું. કઈ કઈ રાજા અમુક શક્તિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થતા તે તે શક્તિ તેના મૃત્યુની સાથેજ અદશ્ય થઈ જતી. બીજી તરફ જોઇએ તે તેઓ પણ આત્મકલહમાં પડી પિતાનું બળ નિરર્થક નષ્ટ કરી રહ્યા હતા. જાણે કે એક પ્રબળ વેગવતી નદીના કિનારા ઉપર ઘણા લાંબા કાળની એક જીર્ણ ઝુંપડી ઉભી રહી હોય અને જેના પાયા ઘસાઈ–ભૂંસાઈ જવાની અણુ ઉપર આવી ચૂક્યા હોય, તેવી દશામાં મુસલમાને આટલે લાંબો કાળ હિંદુઓની વસ્તીમાં ટકી રહ્યા હતા. તથાપિ સમસ્ત હિ દુઓએ એકત્ર થઈ, મહાન તરંગ ઉત્પન્ન કરી ઉક્ત વિપત્તિજનક જીર્ણ ઝુપડીને પ્રવાહના વેગમાં તણાતી મૂકવાની લેશમાત્ર કોશિષ કરી નહિ. પવનનું તેફાન અનુકૂળ છતાં હિંદુઓ સમયનો સદુપયોગ કરી શકયા A નહિ. અનુકૂળ સંયોગમાં પણ પેલી જીર્ણશીર્ણ ઝુંપડીને તરતી મૂકીને તેની જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy