SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પડદો પડે! (ખેલ ખલાસ!) ૩૩૧ પતિ મરાયે એટલે જાણે કે સર્વ કર્તવ્ય પૂરું થયું! આમ બનવાનું કારણ શું? અમે તેને ઉત્તર આપતાં કહીએ છીએ કે પૂર્વે ઘણું કરીને સાધારણ હિંદુ જનસમાજ રાજાના ભયને લીધે અથવા દ્રવ્યના લેભને લીધે જ રણક્ષેત્રમાં ઉતરત હતે. હદયના યથાર્થ આવેગથી કે અંતઃ પ્રેરણાથી નહિ. આ સ્થળે કોઈએ પ્રશ્ન કરશે કે ટ્રાન્સવાલમાં પણ જાતિભેદ તે છેજ. ત્યાં પણ સુતાર, લુવાર તથા ધનિક અને ગરીબ એવા ભેદો છે, છતાં ત્યાં સંમિલન સહજ થઈ ગયું તેનું શું કારણ? અમે કહીએ છીએ કે એવા ભેદો તે જગતમાં કાયમને માટે રહેવાનાજ; પણ તે લેહીની સાથે જોડાયેલા નહિ હેવાથી ઇર્ષ્યા-દ્વેષ વગેરે ઉત્પન્ન થતાં નથી. અમુક માણસને તેના ધંધાના અંગે ગમે તે શ્રેણિમાં મૂકે, પણ તેને લેહીની સાથે કિવા વંશની સાથે જડી લેવાની જરૂર નથી. ગુણના તારતમ્ય પ્રમાણે જે ભેદ પડે છે, તે ભયંકર હોઈ શકતા નથી. સમાજની ચેકસ અવસ્થામાં એવા ભેદો પડે છે, પણ તેને વંશ સાથે મેળવી દીધાથી અાગ્ય પરિણામે આવે છે, એ વાત ખાસ કરીને સ્મરણમાં રાખવા યોગ્ય છે. એક ઉદાહરણ આપીએ –ધારો કે આજે હજારો હિંદુ ગ્રેજ્યુએટ ભારતવર્ષમાંથી બહાર નીકળી એકાદ કઈ ટાપુમાં જઈ નવું સંસ્થાની સ્થાપન કરેતે ત્યાં પિતાની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવા માટે અમુક અમુક વિભાગો કે જાતિઓ તેમને નક્કી કરવી જ પડે. જુદા જુદા પ્રકારની વસ્તુઓ તૈયાર કરવા તેમનામાંના કેઈને સુતાર કે લુવાર થયા વગર ચાલેજ નહિ. જરૂરિયાતોને પહોંચી વળવા મનુષ્ય અમુક અમુક પ્રકારના હુન્નર ઉદ્યોગો કરવા લાગી જાય, તેમાં કાંઈ વાંધા જેવું પણ નથી. ભારતવર્ષના જાતિભેદ પણ પ્રથમ એજ નિયમને અનુસરીને બંધાયા હતા. કમનસીબે છેવટે તે ભેદો લેહીની સાથે મળી ગયા અને અમુક જાતિવાળે હલકેજ ગણાય, એમ મનાવા લાગ્યું અને મનુષ્યની ઉત્તમતા કે નીચતાને જાતિ ઉપરથી જ નિર્ણય થવા લાગ્યો. આ રીતે હિંદુએની અંદર અંદરજ કલેશ-કંકાસ અને ઈર્ષ્યા-વિષનાં ઝેરી બીજે પિષણ પામતાં ગયાં. સમાજરૂપી શરીરના હાથ-પગ મૂળ શરીરથી ભિન્ન ગણાવા લાગ્યા, તેનું પરિણામ એજ આવ્યું કે હાથ-પગની સંપૂર્ણ સહાય વગર મૂળ શરીરજ નિર્બળ બનતું ગયું. જાતિભેદે ભારતવર્ષનું મહા અનિષ્ટ કર્યું છે. જે સાધારણ જનસમાજ શ્રીમતની ચરણસેવાજ કર્યા કરતે હોય, વંશપરંપરાથી જેમને ગુલામગીરી કરવાનજ અભ્યાસ થઈ ગયા હોય અને ગમે તેવા કઠોર રીત-રિવાજોને કે જ્ઞાતિના અસંખ્ય ધારા-ધોરણને મૂંગેઢે માન આપવામાંજ પિતાનું અહેભાગ્ય માનતા હોય, તે સમાજના હૃદયમાં સ્વતંત્ર વિચાર કે ઉચ્ચાર કરવાનું સામર્થ્યજ કેવી રીતે પ્રવેશી શકે? એમને એવી તે મૂળ સ્વતંત્રતાજ શું હોય કે જેનું રક્ષણ કરવા S માટે તેઓ અંતઃકરણપૂર્વક તૈયાર થાય ? એમને એવું સન્માન જેવું પણ શું હોય Shree Sudharmaswami Gyandhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy