SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ સમ્રાટ અકબર વર્તમાનપત્રને ફેલા થવા માંડ્યો. ધર્મ તથા સમાજમાં સુધારાઓ કરવાની ચોતરફ હિલચાલ થવા લાગી. સ્વતંત્રતા અને પરતંત્રતાના વિચારો થવા લાગ્યા. રે, તાર, પિોસ્ટ ઓફીસ, સ્ટીમર, નહેરો તથા પાશ્ચાત્ય જ્ઞાનના સંસ્કારો વડે દેશઉપર મહાન ઉપકાર થયો. સુધારાના સઘળાં સાધનો ભારતવર્ષને સંમિલિત કરવાની તરફેણ કરવા લાગ્યાં. ભારતવર્ષમાં નવા યુગને સૂર્ય પ્રકાશવા લાગ્યો. નવીન ભારતની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે આ વિવિધરંગી ભારતવષય નાટકમાં આ એક અંક એ આવ્યો કે જેના બાહ્યદર્શનથી આપણને સંતોષ થયા વગર રહે નહિ; પણ દેશની આંતરસ્થિતિ તે જૂદો જ ખ્યાલ આપનારી થઈ પડી ! ભારતવાસીઓ દિવસે દિવસે ક્ષીણ અને કાયર બનવા લાગ્યા. અંગ્રેજી રાજસત્તાને લીધે વિદેશમાં ઉત્પન્ન થતો માલ ભારતના દરેક નાના ગામડામાં પણ દાખલ થવા લાગ્યો અને એ રીતે દેશી ઉદ્યોગ-હુન્નર તથા શિલ્પકળાને નાશ થતે ગયો, જેથી દેશમાં દરિદ્રતા વધવા લાગી. ઈ. સ. ૧૮૮૨ માં પ્રત્યેક ભારતવાસી દીઠ સરાસરી વાર્ષિક આવક ર૭–૦૦ રૂપિયાની નકકી થઈ હતી. દેશમાંના જે લોકેને એથી જેટલી પણ વધુ આવક હોય તેટલાજ પ્રમાણમાં બાકીનાં મનુષ્યોને ભૂખમરે વેઠવો પડે એ વાત સ્પષ્ટ છે. સહૃદય બિી સાહેબ લખે છે કે –“ઉક્ત વાર્ષિક આવક ૧૮૯૮-૯૯ જેવા સાધારણ વર્ષમાં પ્રત્યેક મનુષ્યદીઠ માત્ર રૂા. ૧૭––૧ જેટલીજ રહી હતી અને ઇ. સ. ૧૯૦૦ ના દુકાળના વરસમાં તે માત્ર રૂ. ૧૨–૬–૦ જેટલીજ સરેરાશ નીકળી હતી.” બીજા દેશોની વાર્ષિક આવક સાથે જ્યારે આપણે આપણી આવકની તુલના કરીએ, ત્યારેજ ભારતની યથાર્થ ગરીબીને ખ્યાલ આપણે કરી શકીએ તેમ છીએ. સ્વતંત્ર ગ્લાં દેશમાં પ્રત્યેક મનુષ્યની વાર્ષિક આવક રૂ. ૬૧૫ ની, સ્વાધીન અમેરિકામાં રૂા. ૪૦૮ ની, સ્વાધીન કસમાં રૂા. ૩૮૫ ની, સ્વાધીન જર્મનીમાં રૂા. ૨૮૦ ની, અંગ્રેજોની સત્તા નીચે રહેલ ઓસ્ટ્રેલિયામાં રૂા. ૬૫૧ ની, કેનેડામાં રૂા. ૪૦૩ ની તથા આયલેંડમાં રૂા. ૨૪૦ ની હોવાનું જણાવવામાં આવે છે. હંટર સાહેબ ઈ. સ. ૧૮૮૦ માં લખે છે કે:-“આ દેશમાં દુકાળ જેવું કંઇજ ન હોય તે પણ ૪ કરોડ ભારતવાસીઓ પોતાનું પેટ સંપૂર્ણ રીતે ભરી શકતા નથી.” ડિબી સાહેબ કહે છે કે-“વીસમા સૈકાના પ્રારંભમાં, અંગ્રેજ સત્તાતળેના ભારતવર્ષમાં નવ કરોડ માણસો બરાબર ( નિયમિતરૂપે ) ભૂખ્યા રહ્યા કરે છે.” સુકાળના સમયમાં પણ જ્યારે આ દેશમાં રહેવાસીઓની આવી કંગાળ અવસ્થા ચાલુ રહ્યા કરે છે, તે પછી દુકાળના સમયમાં તેમની કેટલી પાયમાલી થતી હશે, તેને વિચાર આવતાં કમકમાટી ઉપજ્યા વગર રહેતી નથી. ડિમ્બી સાહેબ કહે છે કે “ ઇ. સ૧૮૫૪ થી ઇ. સ. ૧૯૦૦ + આ આંકડાઓ મળ બંગાળી પુસ્તક લખાયું તે સમયના સમજવા અધી. સ૦ સારુ, Shree Sudharmaswami Gyambhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy