SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તાચળે ૩૦૯ "" “શેતાનપુર” રાખ્યું હતું. જે કાષ્ઠ વ્યક્તિ ત્યાં જાય—આવે તથા શેતાનપુરની કાઇ વેશ્યાને પેાતાના આવાસમાં લઈ જાય તેનું નામ-ઠામ તરમાં રહે, એટલા માટે સમ્રાટે ત્યાં એક ખાસ એડ્ડીસ રાખી હતી. આ વાત અમે પૂર્વે કહી ગયા છીએ; છતાં વ્યભિચાર સામે સમ્રાટ કૅવા સમ્ર અણુગમા ધરાવતા તે દર્શાવવા અમે પુનઃ તે વાત અત્ર રજુ કરી છે. એક દિવસે સમ્રાટે રાજ્યની મુખ્ય મુખ્ય વેશ્યાઓને ખેલાવીને પૂછ્યું હતું કે: “ તમને આવા દુરાચારના માર્ગે ચડાવવામાં સર્વાંથી પ્રથમ કાણે સહાયતા આપી હતી ? આ તપાસના પરિણામે રાજ્યના કેટલાક ઉચ્ચ હેાદ્દેદારા, પ્રસિદ્ધ સગૃહસ્થા તથા પેાતાના વિશ્વાસુ માકરાનાં નામેા સમ્રાટ પાસે ખુલ્લાં થયાં હતાં. છેવટે સમ્રાટે તેમને સજ્જ શબ્દોમાં ઠપકા આપી, દંડની સજા ફરમાવી હતી તથા કેટલાકેાને લાંબા સમયપર્યંત કેદખાનામાં પૂરી રાખવાની આજ્ઞા કરી હતી. સમ્રાટ અકબર એક ત્યાગી વૈરાગી મહાયોગીની માફક ધણીવાર એમ કહેતા કે “આ સુવિશાળ સામ્રાજ્યની વ્યવસ્થા સાચવી શકે એવા કાઇ ચાગ્ય નર મને મળી આવ્યા હાત, તા હું તેના હાથમાં રાજ્ય સમપી કયારનેયે નિવૃત્તિનિવાસમાં ચાઢ્યા ગયા હેત. ” તે ધણીવાર એમ પણુ કહેતા કેઃ— ઇશ્વરપ્રત્યે મારી તા નિર્તર એજ એક પ્રાર્થના છે કે, જ્યારે પણ મારી કાયાથી કે વાણીથી એકાદ અપકા થઈ જાય ત્યારે, હૈ પ્રભુ ! આ જીવનના અંત આણુજે; કારણ કે તું અપ્રસન્ન થાય તેવુ કાર્ય કરીને હું મારા પાપને ભાર વધારવા ઇચ્છતા નથી. પાપમય જીવન સ્વીકારી જીવંતા રહેવું તેના કરતાં મરી જવું, એ વિશેષ ઇચ્છાયાગ્ય છે.” તે સમયના હિંદુ તથા મુસલમાના સમ્રાટને એક મહર્ષિ જેટલુંજ માન આપતા હતા. અકમ્મરના આશીર્વાદથી ગમે તેવા ભયંકર રોગો મટી જાય છે, પુત્રપ્રાપ્તિની કે કન્યાપ્રાપ્તિની કામના સફળ થાય છે તથા મનના મતારથી સિદ્ધ થાય છે, એવા જનસમાજના મોટા ભાગના વિશ્વાસ બંધાશ્વ ગયા હતા. અનેક મનુષ્ય નિત્ય સમ્રાટની પાસે આવતા અને તેના માત્ર એક આશીર્વાદ મેળવવા પ્રાઅેના કરતા. સમ્રાટ અકમ્મર સમયના પ્રવાહમાં અદૃશ્ય થઈ ગયા છે, તેના ઉપર થષને અનેક સૈકાં પસાર થઈ ગયાં છે; છતાં આજે પશુ કેટલાક હિંદુ તથા મુસલમાના તેની કબર પાસે મસ્તક ઝુકાવી ઉભા રહે છે અને પેાતાની અભિલાષા પૂર્ણ કરવા એકાગ્ર મન–વાણીથી તેની પ્રાર્થના કરે છે! આવા એક મહાન પુરુષ મનુષ્યના વેષમાં એક રાક્ષસ હતા, એમ કવી રીતે માની શકાય ? ફરિસ્તા લખે છે કેઃ “ અકબર અનેક સદ્ગુણાથી વિભૂષિત હતા. તેણે કેળવણીના ફેલાવા કરવા ભારે મહેનત લીધી હતી. તેને તિહાસના બહુ શેાખ હતા. તેના હૃદયમાં યા અને દાક્ષિણ્ય પણ મહ હતાં. ટુકામાં તેના સદ્ગુણી એવી તા છેલ્લી સીમાએ પહેચ્યા હતા કે એજ સદ્ગુણા દુર્ગુણરૂપે ગણાવા લાગ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy