SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અધઃપતન. રાંથી મઢાયેલાં ન જોતા હેત, ભારતની અનેક દેવમૂર્તિઓ ઉપર રત્નમાળા વિરાજતી આપણે ન જાણતા હતા અને તાજમહેલ તથા મયુરાસન એ સર્વ કપિત કહાણી છે, એમ આપણે સ્વીકારતા હતા તે મહમદને લૂંટમાં મળેલી કિંમતી સંપત્તિનું ફીરીસ્તાએ જે વર્ણન કર્યું છે તે માનવામાં આપણે શંકાશીલજ રહે. ધન-સંપત્તિની વાતને એક બાજુએ રહેવા દઈએ. લૂંટ પછી મહમદ મથુરા અદિ સ્થાનેમાંથી એટલા બધા હિંદુ કેદીઓને પોતાની સાથે સ્વદેશમાં લઈ ગયો હતો. કે મુસલમાન લેખક અલબેરૂની લખે છે કે, “મહમદે પ્રત્યેક કેદીની કિંમત માત્ર , અઢી રૂપીઆની ઠરાવી, તોપણ ખરીદનારાઓની ગ્ય સંખ્યા મળી શકી નહિ. તે સમયે મથુરા અતિ સમૃદ્ધિશાળી નગરી હતી.” મહમદ લખે છે કે, “અહીં હજારે અને લાખો ઝરૂખાઓ, વિશ્વાસી મનુષ્યના વિશ્વાસની માફક દઢ ભાવે - ઉભા રહ્યા છે. તેમના અનેક તે સંગેમરમર પથ્થરના બનેલા છે. હિંદુઓનાં મંદિરે તે એટલાં બધાં છે કે તેની ગણત્રી પણ થઈ શકતી નથી. અપરિસીમ ધન ખર્યા સિવાય આ નગરીની આવી સુંદર અવસ્થા કઈ કાળે સંભવતી નથી. બસો વર્ષના સતત પ્રયત્ન અને પરિશ્રમ સિવાય આવી એક સુંદર નગરી તૈયાર થઈ શકે નહિ.” અફસ! મુસલમાન રાજાઓના જુલમને લીધે મથુરાની એ મહેલાતો અને જાહેરજલાલી આજે જમીનદોસ્ત થઈ ગઈ છે ! એનું વર્ણન માત્ર કથા-વાર્તારૂપે જ આપણે સાંભળી શકીએ છીએ ! તે સમયે ગુજરાતનું સોમનાથનું મંદિર બહુ પ્રસિદ્ધ હતું. ઉક્ત મંદિરની દિવાલો ઉપર અને પ૬ થાંભલાઓ ઉપર વિવિધ વર્ણનાં બહુમૂલ્ય રને ફૂલના આકારે સર્વદા શોભા પામતાં હતાં. મંદિરમાં રાત્રિ-દિવસ એક મહાન દીપક પ્રકાશ હો અને તે દીપક એક સોનાના સળીયાવાળા મોટા ફાનસમાં મૂકવામાં આવતો હતે. ૪૦ મણ વજનની એક સાંકળવડે એક મોટો ઘટ મંદિરની મધ્યમાં ટાંગવામાં આવ્યો હતો અને તે સાંકળ પણ સુવર્ણનીજ બનેલી હતી. મહમદે તે મંદિર તેડી નાખ્યું અને પાંચ ગજ લંબાઈવાળી શિવમૂર્તિના સ્વહસ્તે કકડા કરી તેની અંદર રહેલું અમૂય અગાધ ઝવેરાત લઈ ગયો. હિંદુઓની દેવમૂર્તિ ઉપર મુસલમાને નિત્ય પદપ્રહાર કરી શકે એટલા માટે મહમદે તે શિવમૂર્તિને એક કકડ ગિજનીની મજીદના પગથિયા ઉપર તથા બીજો એક કકડે પિતાના રાજપ્રાસાદની નીસરણી ઉપર સ્થાપિત કર્યો. ઉક્ત મનહર મંદિરનાં ખંડીએર ઉપર અત્યારે મુસલમાન મસ્જિદ વિરાજે છે. એ જ સમયે એક તરફ જ્યારે સમસ્ત ભારતવર્ષ હિંદુરાથી પરિપૂર્ણ હતું, ત્યારે બીજી તરફ મહમદ સ્વદેશથી બહુ દૂર કાન્યકુબજ પર્યત અથવા ગિજનીથી ગુજરાતના દક્ષિણ ભાગપર્યત પહોંચવાને યત્ન કરી રહ્યા હતા. કેટલીએ દૂસ્તર નદીઓ અને નાળાં ઓળંગીને, વણહીન પાણી વગરનાં લાંબાં Shree Sudhasmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy