SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનીતિ ૨૯૫ પ્રાય બહાર પાડતાં જણાવ્યું હતું કે જેવી રીતે માત્ર દાઢી રાખવાથી જ કઈ મનુષ્ય યથાર્થ મુસલમાન બની શક્તો નથી, તેમ માત્ર દાઢી કાઢી નાખવાથી કોઈ મનુષ્ય મુસલમાનધર્મથી ભ્રષ્ટ પણ થઈ શકતું નથી. બાદાઉનીએ લખ્યું છે કે અનેક મુસલમાનેએ સમ્રાટના સમયમાં દાઢી મુંડાવી નાખી હતી; કારણ કે સમ્રાટ પિતે દાઢી તરફ મુદ્દલ પક્ષપાત ધરાવતા નહોતા. એલ્ફીન્સ્ટન સાહેબ લખે છે કે જ્યાં સુધી મુસલમાને દાઢી મુંડાવી નાખતા નહિ ત્યાંસુધી સમ્રાટ તેમને પિતાના દરબારમાં દાખલ થવાની ભાગ્યેજ રજા આપતો. મુસલમાને ઉપાસના સમયે રેશમી વસ્ત્રો કે અલંકાર વગેરે રાખતા નહિ. આથી સમ્રાટે જાહેર કર્યું કે ઉપાસનામાં સુંદર વસ્ત્રો વગેરે પહેરવામાં કાંઈ હરકત નથી. ઇસ્લામધર્મમાં દારૂ પીવાની મનાઈ છે. સમ્રાટે કહ્યું કે –“વૈદોની સલાહને અનુસરીને અલ્પ પ્રમાણમાં દારૂનો વ્યવહાર કરવામાં આવે તે દોષ નથી; કરણ કે તેમ કરવાથી રોગીને કિંચિત આરામ મળી શકવાને સંભવ છે.” તેણે ફતેહપુર ખાતે દારૂની એક દુકાન ખુલ્લી મૂકાવી હતી અને ત્યાં માત્ર ઓષધ અર્થે, અમુક કિંમતે દારૂ મળી શકે એવો નિયમ બાં હતા. તે સિવાય દારૂ ખરીદનારનું, તેના પિતાનું તથા તેના રહેવાના સ્થળનું નામ વગેરે તે દુકાનમાં નેધી રાખવામાં આવતું હતું. બાદાઉની લખે છે કે –“દારૂ ખરીદનારાઓ ખોટું નામ ધારણ કરી પિતાની ઇચછામાં આવે ત્યારે આષધનું ખોટું બહાનું કહાડી ઉક્ત દુકાનમાંથી દારૂ લઈ આવતા હતા, અને એવી રીતે સમ્રાટના સમયમાં દારૂડીઆઓને બહુ ઉત્તેજન મળતું હતું. લેકમાં એવી પણ અફવાઓ ચાલતી હતી કે દારૂમાં ડુક્કરનું માંસ ભેળવવામાં આવતું. આ વાત સત્ય હશે કે નહિ તે તે પ્રભુ જાણે. સમ્રાટ અકબર છે કે બહુ સાવચેતી રાખતે તે પણ દારૂની ખાતર ઉક્ત દુકાનમાં નિત્ય કોશે તથા વિવાદ થયા વગર રહેતા નહિ. અને કેને તિરસ્કાર કરવામાં આવ્યું હતું અને અનેકેને સખ્ત ઠપકે પણ મળે હતા, છતાં તેનું કશું સંતોષકારક પરિણામ આવ્યું નહતું.” આવા કલેશજનક દારૂથી સર્વેએ ખૂબ સાવચેત રહેવું જોઈએ, એજ અમારી આ પ્રસંગે એકમાત્ર ભલામણ છે. અકબરે હિંદુ અને મુસલમાનોના કલ્યાણાર્થે તેમના સામાજીક નિયમમાં સુધારે કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે હિંદુઓ તથા મુસલમાને ભારે દુર્દશામાં આવી પડ્યા છે, છતાં પણ આબરના પગલે ચાલવાની બુદ્ધિ મેળવી શકતા નથી. હાય જગતની પ્રત્યેક જાતિને કંઈક ને કંઈક આશા, વિશ્વાસ કે લક્ષ હોય છે જ; માત્ર ભારતવર્ષની પ્રજાજ એવી છે કે જેને આશા કે લક્ષ જેવું કાંઈજ ન મળે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy