SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજનીતિ ૨૮૫ પુત્રીને વિવાહ કરી આપ્યા હતા. પૂર્વે ભારતવર્ષના હિંદુ નરપતિઓને જ્યારે યવનરમણી ભેટરૂપે અર્પણ કરવામાં આવતી ત્યારે તેઓ બહુજ સંતુષ્ટ થતા હતા, એવા ઉલ્લેખો મળી આવે છે. હિંદુરાજાઓ પાસે યવન-લલનાઓ હજુરિયાતરીકેનું સઘળું કામ કરતી. એવાં વર્ણને સંસ્કૃત નાટકમાં પણ મળી આવે છે. પ્રથમના હિંદુઓ આપણા જેવા સંકુચિત વિચાર કે સુદ્રના હૃદયના નહોતા. અન્ય કોઈ જાતિની કન્યા સાથે લગ્ન કરવાથી પૂર્વે કાઈને સાતિબહાર રહેવું પડયું હાય, એવો ઉલ્લેખ હજી સુધી ક્યાંય પણ મળી આવ્યો નથી. પૂર્વે ઉચ્ચ વર્ણની સાથે નીચ વર્ણનાં મનુષ્ય લગ્નની ગાંઠથી જોડાઈ શકતાં હતાં. વળી અશોકના પિતાએ એક બ્રાહ્મણકન્યાનું પાણિગ્રહણ કર્યું હતું અને એ બ્રાહ્મણબાળાએ ભારતવર્ષના ૌરવસ્વરૂપ સમ્રાટ અશોકને જન્મ આપે હતે, એ વાત કેઈથી છુપી નથી. બંગાળના રાજા વિગ્રહપાલે એક રાજપૂતકન્યાનું પાણિગ્રહણ કર્યું હતું. મહારાજા વિક્રમાદિત્યે એક ભિલબાળાની સાથે તથા બંગાળની રાજકુમારી સાથે પણ લગ્ન કર્યું હતું. કાશ્મીરના એક મહારાજાએ બંગાળની એક રાજકુમારી સાથે વિવાહ કર્યો હતો. રાજા માનસિંહ કુચબિહારના રાજા લક્ષ્મીનારાયણની એક બહેન સાથે લગ્ન કર્યું હતું. પ્રિય પાઠક ! આ સ્થળે અમે તમને પૂછવાની રજા લઈએ છીએ કે જે સમયે ભારતમાં લગ્નસંબંધનું ક્ષેત્ર વિશાળ હતું, તે સમયે ભારતનું ગૌરવ વિશેષ હતું કે વર્તમાન કાળે ? આ પ્રશ્નના ઉત્તરની અમે આશા રાખતા નથી, કારણ કે ભારતવાસીઓને એ વિષે વિચાર કરવાનો જ અવકાશ નથી એ વાત અમે બહુ સારી પેઠે સમજી શક્યા છીએ. હિંદુ અને મુસલમાને વચ્ચે એકતા સ્થાપવાનું ભગીરથ પ્રયત્ન સમ્રાટ અકબરના સમયમાં ઘણે અંશે ફળીભૂત થયા હતા, એમાં સંદેહ નથી. તેના સમયમાં કેટલા હિંદુઓએ તથા મુસલમાનેએ પરસ્પરમાં કન્યાની આપ-લેનો વ્યવહાર કર્યો હતો, તેનો નિર્ણય કરવાનું અત્યારે એક સાધન આપણી પાસે નથી; છતાં એટલું તે ઈતિહાસમાં મળી આવે છે કે સમ્રાટ અને તેના કુમારો ઉપરાંત સમ્રાટના મુખ્ય અમાત્યાએ તથા તેના પ્રિયતમ મિત્ર અબુલ ફઝલે હિંદુ x x x લલના સાથે વિવાહ સંબંધ બાંયો હતે. તે ઉપરાંત એક મુસલમાન મનસબદારે એક બ્રાહ્મણ કન્યાનું પાણિગ્રહણ કર્યાને ઉલેખ પણ મળી આવે છે. આ ઉપરથી એટલું તે જોઈ શકાશે કે હિંદુઓએ મુસલમાન કન્યાઓ સાથે તથા મુસલમાનોએ હિંદુકન્યાઓ સાથે લગ્નવ્યવહાર ચાલુ કરી દીધેલ હોવો જોઈએ. જહાંગીરના જીવનચરિત્રમાં એક સ્થળે એમ જણાવવામાં આવ્યું છે કે અનેક મુસલમાને પોતાની કન્યાઓને હિંદુઓ સાથે પરણાવતા જોઈ તેણે એક એ હુકમ બહાર પાડે કે મુસલમાનેએ હિંદુને કન્યાદાન આપવું એ બહુ શરમભરેલું અને તિરસ્કારShre પાત્ર કાર્ય છે. હવેથી ભવિષ્યમાં જો કોઈ મુસલમાન હિંદુની સાથે પોતાની કન્યાને www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy