SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજનીતિ ૨૮૩ પરણાવશે તે વાર્ષિક ૨૦ લાખ રૂપિયાની આવકવાળા ચાર વિશાળ પરગણું તેને અર્પણ કરવામાં આવશે, એમ સમ્રાટે કહાવી કહ્યું. આથી મહારાજા ઉદયસિંહ અતિ આનંદપૂર્વક પિતાની કન્યાને કુમાર સલીમ સાથે પરણાવવાને તૈયાર થશે અને એમ કરવામાં પિતે પિતાનું ગૌરવ માને છે, એમ પણ જણાવી દીધું. જે કામ સમ્રાટની પોતાની સત્તાના અથવા બાહુબળના પ્રતાપે થઈ શકે તેમ હતું તેજ કામ તે પવિત્ર ઉદ્દેશની સિદ્ધિ અર્થે તન-મન-ધનના ભોગે પણ કરવાનું ચૂકતે નહિ, એ વાત ઉપલા એકજ પ્રસંગથી સ્પષ્ટ થવા યોગ્ય છે. સમ્રાટની ઉદારતા તથા સહૃદયતાને સિદ્ધ કરનારા, ઉપર કહ્યા તેવા સેંકડો પ્રસંગે ઈતિહાસનાં પૃષ્ઠોમાં મળી આવે છે. રાજપૂતકન્યા સાથેના સલીમના લગ્નનું પરિણામ સમ્રાટ શાહજહાનરૂપે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તે ઉપરાંત અંબરશાધિપતિ રાજા ભગવાનદાસે, બિકાનેરના રાજા રાયસિંહે, તેના ભત્રીજાએ (રાજા કેશુદાસે), રાજા માનસિંહના પુત્ર રાજા જગતસિંહ, જેસલમીરના રાજા રાવળ ભીમે, તથા બુદેલખંડના રાજા રામચંદ્ર વાઘેલા વગેરેએ આનંદપૂર્વક પિતપતાની પુત્રીનું લગ્ન કુમાર સલીમની સાથે કર્યું હતું. કુરાનની આજ્ઞા પ્રમાણે અન્ય ધર્માવલંબી રમણીએ મુસલમાન યુવાની સાથે લગ્ન કરવા પહેલાં ઈસ્લામધર્મની દીક્ષા લેવી જોઈએ. સમ્રાટે વિચાર કર્યો કે જે ઇસ્લામ ધર્મની દીક્ષા લેવાની હિંદુ રમણીઓને ફરજ પાડવામાં આવશે, તે કઈ હિંદુ પિતાની કન્યાનાં લગ્ન મુસલમાન યુવક સાથે કરવાને તૈયાર થશે નહિ અને જે બે ભિન્ન જાતિઓ વચ્ચે લગ્નની પ્રથા ચાલુ થશે નહિ, તે ભારતવર્ષમાં સંમિલન કે સંપ જેવું કાંઈ બની શકશે નહિ; આથી તેણે કુરાનની ઉકત આજ્ઞાને માન આપવાનું યોગ્ય ધાર્યું નહિ. તેનું પરિણામ એ આવ્યું કે હિંદુકન્યાઓ હિંદુરીતરિવાજ પ્રમાણેજ મુસલમાન યુવક સાથે વિવાહ કરવા લાગી. રાજા ભગવાનદાસની કન્યા વિવાહ, કુમાર સલીમની સાથે કેવા વિધિથી થયે હત, તેનું વર્ણન બાદાઉનીના ઈતિહાસમાં મળી આવે છે. અમારા પાઠકેની જાણ માટે અમે તે આ સ્થળે ઉતારી લઈએ છીએ –“સમ્રાટ અકબરે હિંદુઓ સાથે જે કન્યાવ્યવહાર ચાલુ કર્યો હતો, તે વ્યવહારને અનુસરી રાજા ભગવાનદાસે પિતાની કન્યાને વિવાહ કુમાર સલીમ સાથે કર્યો હતો. અકબર પોતે રાજાને ત્યાં લગ્નપ્રસંગે ગયો હતો અને હિંદુ તથા મુસલમાનવંશના કુલીન ગૃહસ્થની હાજરીમાં લગ્નવિધિ કરવામાં આવ્યો હતો. હિંદુઓ સ્વાભાવિક રીતે લગ્નપ્રસંગે જે જે વિધિઓ તથા મનુષ્ઠાન કરે છે, તે જ વિધિઓ તથા અનુષ્ઠાને સલીમના લગ્ન સમયે પણ કરવામાં આવ્યાં હતાં. અગ્નિ સળગાવવાની ક્રિયા. પણ તે સમયે થઈ હતી. સમ્રાટે બે કરોડ રૂપીઆ તથા રાજા ભગવાનદાસે અનેક પ્રકારનાં રત્ન, રત્નખચિત અનંત પ્રકારનાં સુવર્ણપાત્રો સોના-રૂપાનાં વાસણ, - જેની સંખ્યા પણ ન થઈ શકે તેટલાં પહેરવાનાં વસ્ત્રો, સેંકડે હાથી અસંખ્ય Shree Sudharmaswami syanbhandar-Umara, Surat www.umaragyánbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy