SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ એ અધપતન - * કાલને માટે ભારતની રંગભૂમિ ઉપરથી અદશ્ય થઈ ગયા છે. વેર-વિષ વિનાનો - બોદ્ધધર્મ કે જે અત્યારપર્યત આ ઘણધર્મમય તથા ઘણી જાતિમય ભારતવર્ષને સમલિત–એકત્રિત કરવા માટે, કિવા પ્રજાકીય કલ્યાણની સિદ્ધિને અર્થે સ્નેહપૂર્વક પ્રયત્ન કરી રહ્યો હતો, તે બદ્ધધર્મ પણ આ રંગભૂમિ ઉપરથી અદશ્ય થઈ ગયું છે. બ્રહ્મલીલાના ગર્ભમાં જે ગગનસ્પર્શી વિદ્યાલય અને જ્ઞાનમદિરે માનવદષ્ટિને રંજિત કરતાં હતાં, તે ભૂતકાળના શ્યામ પડદા પાછળ છુપાઈ ગયાં છે, અને તેને બદલે ધૂળમાં આળોટતા અવશેષોના વષાદમય દેખાવે આપણને શોકમગ્ન કરે છે. સામાન્ય જનસમાજ પણ જ્ઞાનના પઠન પાઠનમાંથી નિવૃત્ત થયો છે. બ્રાહ્મણ એવા તે સ્વાર્થી બની ગયા છે કે તેમણે જ્ઞાન અને ધર્મને કેવળ પિતાની સાંપ્રદાયિક સંકુચિત સીમામાં જ પૂરી રાખ્યાં છે. વેદરૂપી ખાણમાંનું વિશુદ્ધ કાંચન પ્રજાવર્ગને આપવાને બદલે તેઓ સુવર્ણ રંજિત (સોનાથી ગીલ્ટ કરેલા) તાંબાના કડકાઓને “સેનું” કહીને તેને આપવા લાગ્યા છે. રાજપૂત પણ કઈ જૂદા જ પ્રકારને પાઠ ભજવી રહ્યા છે ! સમગ્ર ભારતવર્ષમાં અનેક નાનાં નાનાં હિંદરા સ્થાપિત થઇને તે સર્વ પરસ્પર કલેશ-કંકાસ કરી રહ્યાં છે. સ્વાર્થધતાનું ઘનઘોર વાદળ ભારત ઉપર સર્વત્ર ફરી વળ્યું છે. સ્વાર્થી વાસનામાંથી ઉદ્દભવેલી, દેખાવમાં સુંદર અને નિરાપદ જણાતી નીતિનું નિઃસંચપણે સૌ કઈ અવલંબન લેવા લાગ્યા છે. સ્વાથ નીતિના ધોરણેજ સઘળાં કાર્યો થઈ રહ્યાં છે. ટુંકામાં કહીએ તે ભૂતકાળના સુખમય દિવસ પસાર થઈ ગયા છે અને તેથી કરીને વિદેશી રાજાઓની વિજયપતાકા અનાયાસે હિંદમાં ફરકી રહી છે. હિંદુઓનાજ દોષને લીધે હિંદમાં વિદેશી પ્રજાએ પગપેસારે કરો શરૂ કર્યો છે. પ્રાયઃ ઈ. સ૭૧૧માં વીસ વર્ષની વયને એક બાળકસરખો મુસલમાન-કાસીમ, પિતાની સાથે માત્ર છ હજાર માણસોની સેનાને લઈને, બલુચિસ્તાનના વિસ્તૃત જંગલને વિનાવિરોધે ઓળંગી ભારત ઉપર ચઢી આવ્યો. સિંધના હિંદુ રાજ્ય ઉપર વિજય મેળવી તેણે કેટલાંએ હિંદુમંદિરો તેડી નાખ્યાં, કેટલીએ મૂતિઓના ચૂરેચૂરા કરી નાખ્યા ! અનેક હિંદુઓને મુસલમાન તથા કેદી થવું પડયું, અનેક હિંદુઓનાં મુડદાં ધૂળમાં આળોટવા લાગ્યા અને તરફ લૂંટફાટ ચાલી રહી ! તેણે પ્રત્યેક નગરીના મુખકાર પાસે હાજર થઈને, હિંદુ અધિવાસીએને ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું ફરમાવ્યું અને જેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારી શકે તેમ ન હોય તેમણે પુષ્કળ ધન-સંપત્તિ અર્પણ કરવી, એવી પણ તેજ સાથે આના થઈ. હિંદુઓએ પિતાની વહાલામાં વહાલી ધન-સંપત્તિ અર્પણ કરીને પણ પિતાને પ્રાણપ્રિય ધર્મ સાચવી રાખે. તે અર્પણને “જજીયા”ના નામથી ઓળખવામાં આવે છે. વખત જતાં આરોએ એ નિયમ કર્યો કે કાર પ્રજમાં જે માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy