SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનીતિ રહ૭ જીવન વીતાવવું છે કે જગતમાં તમે પણ એક મહાશકિતસંપન્ન મહાપ્રજા છે, એમ જાહેર કરવા તમારે તમારું મસ્તક ઉંચું કરવું છે તમારા સ્વાભાવિક ગારવથી દિશાઓને અજવાળવાની શું તમને મહત્ત્વાકાંક્ષા નથી ઉદ્દભવતી છે જે તમારા હૃદયમાં એવી મહત્ત્વાકાંક્ષા અને ઉચ્ચ અભિલાષા હોય તે બની શકે તેટલે આત્મભોગ આપવાને–સ્વદેશ અર્થે તન-મન-ધનને ત્યાગ કરવાને તૈયાર થાઓ. વિભિન્ન ધર્મો અને નિરનિરાળા રીતિ-રિવાજોની એકવાક્યતા સિદ્ધ કરી સંમિલિત થવાને પ્રયત્ન કરો. ભારતવાસીઓને એક મહા પ્રજાકીય જાતિ બનાવે અને મન-વચન-કાયાવડે એકત્ર થવાની કશીશ કરો. એમ નહિ થાય ત્યાંસુધી ભારતને ઉદ્ધાર થાય એ સંભવિત નથી. અનુદાર બાદ ઉની લખે છે કે:-“સમ્રાટે ઇસ્લામધર્મને પરિત્યાગ કર્યો હતો તેનાં અનેક કારણે હતાં. જુદા જુદા દેશોમાંથી જુદા જુદા ધર્મવાળા અસંખ્ય વિદ્વાને સમ્રાટના રાજદરબારમાં છૂટથી આવ-જા કરી શકતા. સમ્રાટ સર્વની સાથે પરમ સહૃદયતાપૂર્વક વાર્તાલાપ કરતો. ધર્મસંબંધી વિચાર કર્યા કરવા અને તેનું યથાર્થ મૂળ શોધી કહાડવું, તે સિવાય બીજા કોઈ કાર્યપ્રત્યે મુદ્દલ લક્ષજ આપતા નહતા. દર્શનશાસ્ત્રના ન સમજી શકાય તેવા તમેં, ઈશ્વરઠારા ધર્મની સીધી રીતે ઉત્પત્તિ થવી સંભવિત છે કે નહિ, ઇતિહાસ તથા વિજ્ઞાન ધાર્મિક વિધિઓને ટેકો આપે છે કે નહિ, ઈત્યાદિ વિષયની સમ્રાટ પાસે નિરંતર ચર્ચાઓ થયા કરતી હતી. હાજર રહેલા સભાસદમાંના પ્રત્યેક પાસેથી સમ્રાટ ઉપયોગી વાતને સંગ્રહ કરતે. કોઈ વાત તેને પ્રીતિકર થતી તે તેને તે નિખાલસપણે સ્વીકાર કરતો અને કોઈ વાત અપ્રીતિકર થતી તો જાણે એ વાત કોઈ બેલુંજ નથી, એમ ધારી ઉપેક્ષા કરતો. આવા પ્રકારની ચર્ચાએથી તથા સંવાદોથી અકબરને ધીમે ધીમે એવી ખાત્રી થઈ ચૂકી હતી કે સઘળા ધાર્મિક સંપ્રદાયમાં સુજ્ઞ અને વિદ્વાન મનુષ્ય હેાય છેજ, સઘળા ધર્મોમાં સત્યને અંશ પણ હોય છે, અને પ્રત્યેક સંપ્રદાય સત્ય વગર ટકી શકે પણ નહિ; તે પછી ઇસ્લામ ધર્મને જ શા માટે વધારે મહત્વ આપી દેવું ? સમ્રાટ અન્ય સંપ્રદાયના વિદ્વાન કરતાં બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ પંડિતની સાથે એકાંતમાં બેસી વિશેષવાર વાર્તાલાપ કરતે, અને બની શકે તેટલે તેમની સાથે વધારે સહવાસ રાખવાને પ્રયત્ન કરતે. તેઓ પિતાના સાંપ્રદાયિક વિષયોમાં એવા તે પ્રવીણ હતા, ધર્મતત્વ તથા નીતિશાસ્ત્રમાં તેઓ એવા તે કુશળ હતા, ભવિષ્યને નિર્ણય કરવાની તેઓ એવી તે અદ્દભુત શકિત ધરાવતા, તેમજ ધાર્મિક વિચારોમાં તેઓ એટલા બધા આગળ વધેલા અને મનુષ્ય જીવનની સફળતા સાધવામાં એટલા બધા વિજયી નિવડેલા હતા કે અન્ય કોઈ સંપ્રદાયને વિદ્વાન કોઈ પણ વાતમાં છે તેમનાથી આગળ વધી જવાની હિંમત કરી શકતો નહિ. તેઓ પોતાના અભિ Shree suunarmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy